Site icon Revoi.in

રસીકરણ અભિયાન – વેક્સિનેશનનો આંકડો 160 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી એ ટ્વિટ કરીને જાણકારી આપી

Social Share

દિલ્હીઃ- એક તરફ દેશમાં કોરોનાની ત્ર્જી લહેર ચાલી રહી છે તો બીજી તરફ મોટા પાયે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, કોરોનાના કેસને વધુ ગંભીર બનતા અટકાવવામાં રસીનો મહત્વનો ફાળો રહ્યો છે, હાલ દેશમાં કેસ લાખોની સંખ્યામાં આવી રહ્યા છે જો કે રાહતની વાત એ છે કે કેસની સામે ગંભીર દર્દીઓની સંખ્યા ખૂબજ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે.

જો 16 જાન્યુઆરી 2021થી શરુ કરવામાં આવેલા રસીકરણ અભિયાનની વાત કરવામાં આવે તો એક વર્ષથી ઉપરના સમયગાળા દરમિયાન દેશના મોટા ભાગોના લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.

ભારતની વાત કરીએ તો અહીં પણ કોરોના સંક્રમણની ગતિ વધી છે. દક્ષિણના રાજ્યો કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં કેસ ઝડપથી વધવા લાગ્યા છે. પૂર્વોત્તર રાજ્યોની વાત કરીએ તો આસામમાં દર્દીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ દેશમાં કોરોના રસીકરણનો આંકડો 160 કરોડને વટાવી ગયો છે. ખુદ સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે.