Site icon Revoi.in

કાચી કેરીમાંથી બાળકો માટે બનાવો ચટપટા આમ પાપડ, આ રહી સરળ રેસીપી

Social Share

રેસીપી, 18 એપ્રિલ 2026: ઘરે બનાવેલ આમ પાપડ રોલ્સ તીખા, મીઠા અને થોડા મસાલાવાળા સ્વાદનું પરફેક્ટ કોમ્બિનેશન છે, બાળપણની જૂની વાનગીઓની જેમ તે ખુબજ અદભુત છે, ખાસ વાત એ છે કે એમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ ઉમેર્યા નથી, કોઈ આર્ટિફિશ્યલ સ્વાદ નથી  ફક્ત કાચી કેરી, ગોળ અને સરળ મસાલા નાખીને બનાવામાં આવ્યા છે.

કાચી કેરીમાંથી વિટામિન સી અને ગોળમાંથી ખનિજોથી ભરપૂર, આ તમારા માટે વધુ સારો ઉનાળાનો નાસ્તો છે જેને તમે ખાસ બાળકો માટે તૈયાર કરી શકો છો જે અઠવાડિયા સુધી સ્ટોર ફ્રેશ રહેશે, અહીં જાણો આમ પાપડ રેસીપી

આમ પાપડ રેસીપી

સામગ્રી

2 છોલીને સમારેલી કાચી કેરી

1 ચમચી કાળા મરી

2 લવિંગ

500 મિલી પાણી

1 ચમચી ચાટ મસાલો

1 ચમચી જીરું પાવડર

1 ચમચી કાળું મીઠું

1 ​​કપ ગોળ પાવડર

1/2 લીંબુનો રસ

આમ પાપડ બનાવાની રીત

સૌ પ્રથમ કાચી કેરીને કાળા મરી, લવિંગ અને પાણી સાથે 5-6 સીટી સુધી પ્રેશર કુક કરો. તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો, પછી માવો એક પેનમાં ચાળી લો. ચાટ મસાલો, જીરું પાવડર, કાળું મીઠું, ગોળ પાવડર અને લીંબુનો રસ ઉમેરો.

મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી 10-15 મિનિટ સુધી ધીમા તાપે કુક કરો. એક પ્લેટમાં દેશી ઘી ગ્રીસ કરો અને મિશ્રણને પાતળું અને સમાનરૂપે ફેલાવો. 3-4 દિવસ સુધી તડકામાં સૂકવો / હવામાં સૂકવો જ્યાં સુધી તે અર્ધપારદર્શક અને નોન-સ્ટીકી ન બને. બતાવ્યા પ્રમાણે સ્ટ્રીપ્સમાં કાપો અને રોલ કરો એટલે તમારા મજેદાર પાપડ તૈયાર છે.

Exit mobile version