Site icon Revoi.in

ઈદ પર બનાવો દૂધનું શરબત,અહીં જાણો બનાવવાની સરળ રીત

Social Share

દૂધ પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.દૂધમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે.આ બંને પોષક તત્વો હાડકાને મજબુત બનાવે છે.આ સાથે સ્વાસ્થ્ય સંબધિત અનેક સમસ્યાઓને દુર પણ કરે છે.જોકે,દૂધનું શરબત પણ બનાવી શકાય છે.દૂધનું શરબત ઘણા ખાસ પ્રસંગોમાં બનાવવામાં આવે છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રીમી છે.તમે તેને ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો.આ પીણું બનાવવા માટે તમારે વધારે સામગ્રીની જરૂર નહીં પડે.તમે તેને થોડીવારમાં જ તૈયાર કરી શકો છો.ઉનાળા માટે દૂધથી બનેલું આ પીણું તમને ગરમીથી રાહત અપાવવાનું કામ કરશે.તમે તેને ઈદ જેવા પ્રસંગોએ મહેમાનોને સર્વ કરી શકો છો.બાળકો હોય કે વડીલો, દરેકને આ દૂધ શરબત ખૂબ જ પસંદ આવશે.તો આવો જાણીએ આ રેસિપી.

દૂધ શરબતની સામગ્રી

1 લીટર દૂધ
3 ચમચી મિક્સ ડ્રાય ફુટ્સ
1/2 ચમચી ગુલાબજળ
2 ચમચી કાજુ
2 ચમચી બદામ
1/2 કપ ખાંડ
150 મિલી પાણી
2 ચમચી પિસ્તા
4 ચમચી રોઝ સીરપ

દૂધનું શરબત બનાવવાની રેસિપી

સ્ટેપ- 1 દૂધને ઘટ્ટ કરો

આ શરબત બનાવવા માટે સૌથી પહેલા 1 લીટર દૂધ લો.તેમાં ખાંડ ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.દૂધ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં વાટેલી બદામ અને કાજુ ઉમેરો.

સ્ટેપ – 2 શરબતને બ્લેન્ડ કરો

એક બ્લેન્ડર લો.તેમાં ઠંડુ દૂધ, ખાંડ, ગુલાબજળ, એક ચપટી દાલચીની ઉમેરો.તેને સારી રીતે બ્લેન્ડ કરો.તેમાં રોઝ સીરપ ઉમેરો.અને પછી ઠંડુ પાણી ઉમેરો.

સ્ટેપ – 3 શરબત પીવા માટે તૈયાર છે

હવે તેને બ્લેન્ડ કરો.તેમાં ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ ઉમેરો.જ્યાં સુધી તે ઘટ્ટ, ક્રીમી અને ફીણવાળું ન બને ત્યાં સુધી તેને બ્લેન્ડ કરો.તેને સર્વિંગ ગ્લાસમાં રેડો.તેમાં પીસેલા ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરો. સ્વાદ વધારવા માટે તમે તુલસીના કેટલાક બીજ પણ ઉમેરી શકો છો.