Site icon Revoi.in

દિવાળી પર તમારા ઘરમાં કરો આટલી વસ્તુમાં બદલાવ, તમારું ઘર લાગશે નવું અને ફ્રેશ 

Social Share

હવે દિવાળીને ગણતરીના દિવાસોજ બાકી રહ્યા છે ત્યારે દરેક લોકો હાલ પોતાના ઘરની સાફ સફાઇ કરી રહ્યા હશે  આવી સ્થિતમાં આપણે તહેવારોના દિવસે ઘરમાં થોડા ચેંજ લાવવા જોઈએ જેથી કરીને દિવાળી પર ઘર નવું નક્કોર લાગે અને ઘરના લોકોને તહવાર જેવી ફિલિંગ આવે આ માટે આપણે કેટલીક નાની નાની ટિપ્સ જોઈશું જેનાથી તમારા ઘરને નવો લુક મળશે .

જો ડ્રોઈંગ રૂમની વાત કરીએ તો  તમે ડ્રોઇંગ રૂમને ઇન્ડોર પ્લાન્ટ્સથી સજાવી શકો છો. આ એક સારો વિકલ્પ છે, જે તમારા ઘરની સુંદરતા તો વધારશે જ, પરંતુ ઘરની અંદર સકારાત્મક ઉર્જા પણ જાળવી રાખશે. જો છોડને સુંદર પોટ્સમાં સજાવવામાં આવે છે, તો તે તમારા રૂમને એન્ટીક લુક મળી શકે છે અને તે વધુ આકર્ષિત બનશે, જો તમારા ઘરમાં હવા ઉજાસ નથી તો તમે આર્ટિ ફિશિયલ વેલ કે પ્લાન્ટ થી પણ રૂમ સજાવી સકો છો

યમેર સોફને પણ નવા બનાવી દો  જી આજકાલ બજારમાં વિવિધ પ્રકારના કુશન કવર ઉપલબ્ધ છે. આમાંથી એક ટ્રેન્ડી કવર ખરીદો. જો તમારા રૂમનો રંગ હળવો હોય તો રંગબેરંગી કુશન પસંદ કરો અને પડદા સાથે મેચિંગ કુશન કવર તમારા ડ્રોઈંગ રૂમની સુંદરતામાં વધારો કરશે.તમારા બારી અને દરવાજાના પરદાઓ પણ નવા ખરીદી લો તહવાર  પ્રમાણે  તેની ડીજાઈન  પસંદ કરો

આ સાથેજ  જો તમારા ડ્રોઈંગ રૂમમાં કોર્નર ટેબલ કે કોર્નર ટેબલ હોય તો તમે તેને પણ સજાવી શકો છો. આ માટે તેને રંગબેરંગી કપડાથી ઢાંકીને તેની ઉપર મીણબત્તીની ફૂલદાની મૂકો. જો તનારા ડ્રોઈંગ રુમની વોલ મોટી હોય તો તેના પર હેગિંગ પીસ લટકાવો આજકાલ માર્કેટમાં અવનવા એન્ટિક વોલ હેગિંગ મળે છે જે તનારી વોલની સાથે સાથે ડ્રોઈંગ રુમને પણ આકર્ષશક બનાવે છે