બદલતી ઋતુની સાથે જ વાળ ખરવા તૂટવા કે બરધડ બનવા જેવી અનેક સમસ્યા સર્જાય છે. દરેક લોકોને વાળને લઈને ઘણી સમસ્યા થાય છે આવી સ્થિતિમાં ખાસ કરીને ઉનાળામાં તમારે બહારના શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ ટાળો જોઈએ, આજે આપણે હોમમેડ કન્ડિશનરની વાત કરીશું તમારા ઘરમાં કરહેલી કેટલીક એવી વસ્તુઓથી તમે વાળને કન્ડિશનિંગ કરી શકો છો જે તમરા ખરતા તૂટતા વાળને રોકે છે અને સરસ મજાના વાળ બનાવે છે.
નારિયેળનું દૂધ પણ એક સારુ કન્ડિશનર
નારિયેળને મિક્સરમાં પીસીને તેના દૂધને વાળમાં અપ્લાય કરો જેનાથી વાળ સ્મુથ તો બનશે અને વાળ ઉતરતા પણ બંધ થશે, તમે ઈચ્છો તો દૂધમાં 2 ચમચી મધ એડ કરીદો અને એક કેળું એડ કરીને તેનો માસ્ક બનાવીને પણ લગાવી શકો છો જે વાળને વધુ સ્મૂથ બનાવે છે.
દહીં અને મેથી
દહીંનું પાણી વાળના મૂળથી છેડા સુધી સારી રીતે લગાવો અને ત્યારબાદ અડધા કલાક પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો આ નેચરલ કન્ડિશનરનું કામ કરે છએ,ા સાથે જ મેથીના પવાડરને દહીમાં 2 કલાક પલાળઈને વાળના મૂળ સુધી લગાવો અને 1 કલાક રહેવાદો ત્યાર બાદ હેરવોશ કરીલો આમ કરવાથી વાળ સ્મૂથ તો બનશે જ સાથે વાળની દરેક સમસ્યા પણ દૂર થશે.
એલોવેરા જેલ
વાળને વોશ કર્યા બાદ એલોવેરા જેલથી બરાબર મસાજ કરી દો ત્યાર બાદ ફરી વાળ ઘોઈલો આ તમારા વાળને કોમળ બનાવે છે
બદામનું દૂધ
બદામના દૂધથી વાળને વોશ કર્યા બાદ માલિશ કરો ત્યાર બાદ 20 મિનિટ રહેવા દો અને પછી હુંફાળા પાણીએ વાળને વોશ કરીલો બદામનું દૂધ તમારા વાળને ચમકદાર બનાવાની સાથે સાથે મુલાયમ પણ બનાવે છે.