Site icon Revoi.in

તમારા જુના દૂપટ્ટામાંથી ઘરના બારી-દરવાજાને આ રીતે ઓછા ખર્ચમાં બનાવો સુંદર શુશોભીત

Social Share

સાહિન મુલતાનીઃ-

 

સામાન્ય રીતે આપણે આપણા ઘરને ડેકોરેટ કરવા વિન્ડો અને ડોર માટે મોંધા પરદાઓ ખરીદતા હોઈએ છીએ, જે મોટી કિંમતોમાં માર્કેટમાં મળે છે પરંતુ જો આપણે ઓછા ખર્ચમાં જ આ વિન્ડો અને ડોરને સુંદર બનાવીએ તો કહેવું રહેશે,  ઘરમાં મહિલાઓના કપડા જ્યારે જુના થઈ જતા હોય છે ત્યારે તેના દુપટ્ટાઓમાંથી અનેક ઘર સજાવાની વસ્તુઓથી લઈને ડોરમેટ પણ બનાવવામાં આવે છે, હવેથી કોઈ પમ દુના દુપટ્ટાને તમે તમારા જ ઘરની શોભા બનાવી શકો છો,તો આજે આપણે વાત કરીશું દરવાજાને દુપટ્ટાના પરદા વડે સજાવવાની

પ્લેન દુપટ્ટા

જો તમારા ડ્રેસ જૂના થઈ જાય  અને તેના દુપટ્ટા સારા જ હોય તો તમે તેમાંથી દરવાજાના સુંદર પરદા બનાવી શકો છો, જો આ દુપટ્ટા ડિઝાઈન વગરના પ્લેન હોય તો તમારે તેના લાંબી લાંબી મોતીની શેર લગાવી જોઈએ જેથી વજનદાર પણ બનશે એટલે પરડા હવામાં એટલા ઉડશે નહી અને પરદાને એક્સ્ટ્રા લૂક મળવાથી દરવાજાને અદભૂત સજાવટ મળશે.

ડિઝાઈન વાળા દુપટ્ટા

જો તમારા દુપટ્ટા ડિઝાઈન વાળા હોય તો તમારે પહેલા તેના સાદા પરદા બનાવી લેવા. ત્યાર બાદ તેની સાથે મેચ થતા અન્ય કલરના દુપટ્ટાની પરદામાં ઝુલ બનાવવી જેથી પરદાનો લૂક આવશે અને તે માર્કેટ જેવા ડિઝાઈનર પરદા બનશે.

નેટના દુપટ્ટા

આજકાલ ઘરને ડેકોરેટ કરવા માટે નેટના દુપટ્ટાની ફએશન ચાલે છથએ, જો તમારા પાસે આ પ્રકારના નેટના દુપટ્ટા હોય તો તેના પરદા બનાવીને ઘરની સજાવટ કરવી જોઈએ, નેટના દુપટ્ટાની શોભા વધારવા માટે તમે તેના પર કાંચના આંભલા પણ લગાવી શકો છો, અથવા તો કોડી કે છીપલાની લાંબી શેરો બનાવી તેને શુશોભીત કરી શકો છો.

બાંઘણીના દુપટ્ટા

જો તમારી પાસે બાંઘણીના દુપચટ્ટા હોય તો તમે સીધા સાદા દુપટ્ટા બનાવશો તો પણ દરવાજાને અને ઘરને કલરફૂલ લૂક મળશે, બાંધણીના કલરો ખુબ સુંદર હોવાથી તે તમારા દરવાજા અને બારીને સારો લૂક આપે છે.

જુના દુપટ્ટામાંથી તમે માત્ર ઘરના દરવાજાના પરજા જ નહી પરંતુ આજ રીતચે બારીના પણ પરદા બનાવી શકો છો, જો તમારી પાસે કોટનના દુપટ્ટા હોય તો તમે તેને બે ત્રણ ગળી વાળી સિલાઈકામ કરીને તેનો ડોરમેટ કરીકે પણ ઉપયોગ કરી શકો છો, ડોરમેટ માટે માત્ર કોટનના દુપટ્ટા જ ઉપયોદમાં લઈ શકાશે.

ડોર મેટ બનાવવા માટે તમારે દુપટ્ટાને ચાર પાંચ ગળી વાળીને એક નાની ગોદડીની જેમ બનાવી દેવું ત્યાર બાદ તેના ચારેય ખૂણે સિલાઈ મારી દેવી જેથી દુપટ્ટો અક નાની ગોદળીમાં પરિવર્તન પામશે જેનો તમને ડોરમેટ તરીકે ઉપયોગ કરી શકશો.