Site icon Revoi.in

બાળકોને પસંદ આવે એવો વેજરોલ હવે ઘરે જ બનાવો,આ રહી તેની બનાવવાની ટ્રીક

Social Share

બાળકોને આમ તો બહારનું ખાવાનું વધારે પસંદ આવતું હોય છે. બાળકોને જો એમા પિત્ઝા, બર્ગર, સેન્ડવિચ જેવી વસ્તુઓ ખાવા મળી જાય તો તો તેમને જલસા પડી જાય, પણ જો આવામાં બાળકોને ક્યારે વેજરોલ બનાવીને આપવામાં આવે તો તેમને તે પણ વધારે પસંદ આવશે. બાળકો માટે ચાઈનીઝ વેજરોલ બનાવવો તે ખુબ સરળ છે અને તેને ઘરે ગણતરીના મીનીટોમાં બનાવી શકાય છે.

સામગ્રીની વાત કરવામાં આવે તો તેમાં મેંદો લોટ, બાફેલા નૂડલ્સ, બટાકા (બાફેલા) અને તેલની જરૂર પડશે. મસાલામાં લીલા શાકભાજી (કેપ્સિકમ, લીલી ડુંગળી), ચટણી (મરચાં, ટામેટા, શેઝવાન), પનીર છીણેલાની જરૂર પડશે.

આને બનાવવા માટેની રેસીપી એ છે કે એક વાસણ લો અને તેમાં નૂડલ્સને ઉકળવા મૂકો. સાથે જ બટાકાને બાફી લો. હવે બીજું વાસણ લો અને તેમાં દૂધ અથવા દહીંની મદદથી લોટ ભેળવો. તેમાં ઘી કે તેલ ઉમેરો.હવે લોટને બાજુ પર રાખો અને બેટર તૈયાર કરો. આ માટે એક પેન લો અને તેમાં તેલ નાખો.

તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી સાંતળો અને પછી બધાં શાક નાખો. જ્યારે શાકભાજી નરમ થઈ જાય, ત્યારે તેમાં મસાલા, મીઠું અને તમામ સોસેજ ઉમેરો. આ દરમિયાન તેમાં મેશ કરેલા બાફેલા બટેટા અને નૂડલ્સ ઉમેરો. બેટર તૈયાર છે. હવે એક તળી લો અને તેમાં મેંદા રોટલી શેકી લો. રોટલી ફેરવીને બેટર ભરો અને પછી તેને રોલ કરીને માખણમાં તળી લો. રોલિંગ કરતા પહેલા ચીઝ ઉમેરવાનું ભૂલશો નહીં. તૈયાર છે ચાઈનીઝ વેજ રોલ.