Site icon Revoi.in

શિયાળામાં પણ સાડી પહેરીને તમારા લૂકને આ રીતે બનાવો આકર્ષક

Social Share

 

ઠંડીની મોસમનો આરંભ થી ગયો છે હવે તહેવારો બાદ લગ્નગાળો આવી રહ્યો છે આ સાથે જડ 31ની પાર્ટી ક્રિસમસ પાર્ટી જેવા ઓકેશન્સ પણ આવી રહ્યા છે ઘણા લોકો પાર્ટીમાં ફ્રેન્સી સાડી કેરી કરતા હોય છે જો કે સાડી પર ઠંડી વધુ લાગે છે અને એક બાજુ ભર શિયાળાની સિઝન શરુ થશે આવી સ્થિતિમાં જો તમે સ્ટાઈલિશ દેખાવા માંગો છો તો તમારે કેટલીક ટિપ્સ જદોઈ લેવી પડશે જેથી તમે સાડી પર પણ સારા દેખાઈ શકો અને ઠંડીથી બચી શકો

આ ઋતુમાં સાડી પહેરી રહ્યા છો, તો એવા ફેબ્રિકની પસંદગી કરો, પછી તે જાડું હોય અને ટંડજી ઓછી લાગે બને તો કોટન કે ખઆદીની સાડી પણ પહેરી શકો છો, આ સાથે જ તમે વેલ્વેટ ફેબ્રિકમાંથી બનેલી સાડી પહેરી શકો છો

ઠંડીથી બચવા માટે બ્લાઉઝ સ્ટાઈલ પસંદ કરતી વખતે ધ્યાન રાખો કે બ્લાઉઝ ફુલ સ્લીવ્સનું હોવું જોઈએ. ફેશન પ્રમાણે ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ પણ ટ્રેન્ડમાં છે.આ સાથે જ ફૂલ પેક નેકનું બ્લાઉઝ પસંદ કરો જેથી ઠંડી ન લાગે.આ સાથે સજ તમે ફૂલ નેક બ્લાઉઝની પસંદગી કરી શકો છો જે તમને ઓછી ઠંડી લગાવશે.

તમે ઈચ્છો તો  ઈન્ડો વેસ્ટર્ન સાડી કેરી કરી શકો છો. એથનિક લુકને મોડર્ન ટચ આપવાની સાથે તેને ઠંડીથી પણ બચાવશે. આમાં તમે પેન્ટ સ્ટાઈલની સાડી પહેરી શકો છો.સાડી સાથે લોંગ બ્લાઉઝ પણ પહેરી શકાય છે. આ સાથે જ લોંગ સ્વિલ પણ રાખી શકાય છે.જેથી સ્વેટરની જેમ બ્લાઉઝ કામ કરશે, ઠંડીથી રક્ષણ મળશે, લાંબા બ્લાઉઝ હંમેશા ફેશનમાં હોય છે.