Site icon Revoi.in

IPL 2024ની હરાજીમાં પ્રથમ ખેલાડી બન્યો માલામાલ,રાજસ્થાન રોયલ્સે ખર્ચ્યા કરોડો રૂપિયા

Social Share

મુંબઈ: ક્રિકેટની સૌથી મોટી લીગ એટલે કે IPLની 17મી સીઝન માટે ખેલાડીઓની હરાજી દુબઈમાં થઈ રહી છે. ખેલાડીઓના આ બજારમાંથી તમામ 10 ટીમો વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ પર સટ્ટો લગાવી રહી છે. IPL 2024ની હરાજી પહેલા પણ ખેલાડી પર મોટી બોલીઓ જોવા મળી રહી છે. આ ખેલાડી 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે મેદાનમાં ઉતર્યો હતો.

હરાજીનો પ્રથમ ખેલાડી બન્યો માલામાલ 

IPL 2024ની હરાજીમાં વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી રોમન પોવેલનું નામ સૌથી પહેલા લેવામાં આવ્યું હતું. રોમન પોવેલ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેને ખરીદવા માટે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. પરંતુ અંતે રાજસ્થાન રોયલ્સે જીત મેળવી અને 7.40 કરોડ રૂપિયા ખર્ચીને રોમન પોવેલને પોતાની ટીમમાં સામેલ કર્યો.

રિલી રોસો રહ્યો અનસોલ્ડ

દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન રિલી રોસો તેના ઉત્તમ આંકડા હોવા છતાં હરાજીમાં અનસોલ્ડ રહ્યો છે.રિલી રોસોએ IPLની 14 મેચોમાં 136.46ની સ્ટ્રાઈક રેટ અને 21.83ની એવરેજથી 262 રન બનાવ્યા છે. જ્યારે, રિલી રોસોએ 20 આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં 159.79ની સ્ટ્રાઈક રેટ અને 34.86ની એવરેજથી 767 રન બનાવ્યા છે.

રાજસ્થાન રોયલ્સની વર્તમાન ટીમ:

રોમન પોવેલ, એડમ ઝમ્પા, આવેશ ખાન, ધ્રુવ જુરેલ, ડોનોવન ફરેરા, જોસ બટલર, કુલદીપ સેન, કુણાલ રાઠોડ, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા, આર. અશ્વિન, રેયાન પરાગ, સંદીપ શર્મા, સંજુ સેમસન, શિમરોન હેટમાયર, ટ્રેન્ટ બોલ્ટ, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ.