Site icon Revoi.in

મલેશિયા: પરેડ રિહર્સલ દરમિયાન બે નેવી હેલિકોપ્ટર હવામાં અથડાયા, 10ના મોત

Social Share

નવી દિલ્હીઃ મલેશિયામાં નૌકાદળના બે હેલિકોપ્ટર વચ્ચેની હવાઈ અથડામણમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ ઘટના લુમુત નેવલ બેઝ પર બની હતી. વિગતો અનુસાર, હેલિકોપ્ટર રોયલ મલેશિયન નેવી પરેડ માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે આ અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં લુમટ નેવલ બેઝ પર અથડામણની ક્ષણ બતાવવામાં આવી છે.

નેવીએ એક નિવેદનમાં અકસ્માતમાં સામેલ વિમાનમાં સવાર તમામ 10 ક્રૂ સભ્યોના મૃત્યુની પુષ્ટિ કરી છે. “તમામ પીડિતો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યાની પુષ્ટિ કરવામાં આવી હતી અને તેમને ઓળખ માટે લુમટ આર્મી બેઝ હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા,” તેમ નેવીએ જણાવ્યું હતું.

મલેશિયન નૌકાદળે આ ઘટના પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ હેલિકોપ્ટર નેવીની 90મી વર્ષગાંઠ પર 3 થી 5 મે વચ્ચે યોજાનારી સૈન્ય પરેડ માટે રિહર્સલ કરી રહ્યા હતા. નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. મૃતદેહોને ઓળખ માટે લુમુત એર બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે સવારે સ્થાનિક સમય પ્રમાણે 9.32 વાગ્યે બની હતી.