Site icon Revoi.in

બોલીવુડમાં ચાલતી રમત અંગે મલ્લિકા શેરાવતે કર્યો ખુલાસો

Social Share

મુંબઈઃ હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી મલ્લિકા શેરાવત ઇન્ડસ્ટ્રીમાં તેના બોલ્ડ રોલ માટે જાણીતી છે. તેણે ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂરી બનાવી રાખી હતી. હવે મલ્લિકાએ પુનરાગમન કર્યું છે. વિકી વિદ્યા કા વો ફિલ્મ થી તેણે કમબેક કર્યું છે. આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. મલ્લિકાએ બોલિવૂડમાં પુનરાગમન કરતાની સાથે જ તેણે ઈન્ડસ્ટ્રીને પણ ખુલ્લી પાડી છે. તેણે હાલમાં જ કહ્યું છે કે બોલિવૂડમાં સફળતાની ચાવી ચમચાગીરી છે. તેણે બોલિવૂડ પર પણ ઘણો ગુસ્સો ઠાલવ્યો છે. મલ્લિકા શેરાવતે ધ રણવીર શો પોડકાસ્ટમાં બોલિવૂડ વિશે વાત કરી હતી. એ પણ કહ્યું કે, હું ચમચાગીરી નથી કરી શકતી કારણ કે હું હરિયાણાની છું.

મલ્લિકાએ જણાવ્યું હતું કે, ‘બોલિવૂડમાં તમારે ખૂબ જ ડિપ્લોમેટિક બનવું પડશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે લોકોને બહુ જલ્દી ખરાબ લાગે છે? તેના પર મલ્લિકાએ કહ્યું કે, બહુ જલ્દી, જો તમે ડિપ્લોમેટિક નથી તો પ્રોજેક્ટ તમારા હાથમાંથી સરકવા લાગે છે. લોકો તમારા વિશે ખરાબ કહે છે. ચમચાગીરી નામની રમત અહીં રમાય છે. હું હરિયાણાની છું અને હું આ બધી બાબતો માટે તૈયાર નથી.

Exit mobile version