Site icon Revoi.in

વર્ષોથી ફિલ્મ જગતથી દૂર રહેલી મલ્લિકા શેરાવત છે કરોડની માલિકીન

Social Share

મુંબઈઃ બોલિવૂડની સુપર ગ્લેમરસ અભિનેત્રી મલ્લિકા શેરાવત હાલ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ને કારણે ચર્ચામાં છે. જેમાં અભિનેત્રી આ ફિલ્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળી હતી. અભિનેત્રી લાંબા સમયથી ફિલ્મ જગતથી દૂર હતી.

હરિયાણાની રહેવાસી મલ્લિકા શેરાવતનું નામ આજે ઈન્ડસ્ટ્રીની જાણીની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનેત્રીનો પરિવાર સંપૂર્ણપણે આ લાઇનની વિરુદ્ધ હતો. તેથી જ અભિનેત્રીએ નાની ઉંમરમાં જ પોતાનું ઘર છોડી દીધું હતું. મલ્લિકા શેરાવતે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘ખ્વાહિશ’થી કરી હતી. આ પછી બીજી ફિલ્મ ‘મર્ડર’એ અભિનેત્રીને રાતોરાત સ્ટાર બનાવી દીધી. ‘મર્ડર’માં મલ્લિકા શેરાવતનો હોટ લુક જોવા મળ્યો હતો. જેણે ઈમરાન હાશ્મી સાથે ઘણા ઈન્ટીમેટ સીન પણ આપ્યા હતા. આ પછી અભિનેત્રી ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી પરંતુ ધીમે-ધીમે મલ્લિકાએ પણ પોતાની જાતને બોલિવૂડથી દૂર કરી લીધી. તેણે ઘણા વર્ષો સુધી કોઈ ફિલ્મ કરી ન હતી. પરંતુ તેની લક્ઝરી લાઈફમાં કોઈ ઘટાડો થયો ન હતો.

રિપોર્ટ અનુસાર, મલ્લિકા શેરાવત ઓછી ફિલ્મો કરીને પણ દર મહિને 2 કરોડથી વધુની કમાણી કરે છે. તેની વાર્ષિક આવક 20 કરોડ રૂપિયાથી વધુ છે. મલ્લિકા શેરાવતની પોતાની મેકઅપ બ્રાન્ડ છે. જેનું નામ કેય છે. અભિનેત્રી ફિલ્મો માટે લગભગ 30 લાખ રૂપિયા ચાર્જ કરે છે. મલ્લિકાની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીની કુલ સંપત્તિ 170 કરોડ રૂપિયા છે.

Exit mobile version