Site icon Revoi.in

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં હવે મલ્લિકાર્જુન ખડગે પણ, આજે નોંધાવશે ઉમેદવારી

Social Share

દિલ્હીઃ- દવસેને દિવસે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી રસપ્રદ બનતી જોવા મળી રહી છે ત્યારે આજે કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાં વધુ એક નામ જોડાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મલ્લિકાર્જુન ખડગે આજે આ પદ માટે નામાંકન ફાઈલ કરી શકે છે.

ઉલ્કોંલેખનીય છે કે ગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે શુક્રવાર આજે 30 સપ્ટેમ્બર સુધીમાં નામાંકન ભરવામાં આવશે. 8 ઓક્ટોબર સુધીમાં નામો પરત ખેંચી શકાશે. 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ત્મયારે ધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર પણ આજે એટલે કે શુક્રવારે નામાંકન ભરવાના છે ત્યારે હવે આ રેસમાં અર્જૂનનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે  80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગેના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરી જેવા વિપક્ષી નેતાઓ સાથે સારા સંબંધો  ધરાવે છે, જેનાથી તેમને વધારાનો ફાયદો મળી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી  છે. હિન્દીભાષી વિસ્તારોમાં પણ લોકો તેને પસંદ કરે છે.તો તેનો લાભ તેમને મળી શકે છે.

કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીના ધમધમાટ વચ્ચે  વિતેલા દિવસને ગુરુવારે કોંગ્રેસના જી-23 કેમ્પના નેતાઓએ પણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મનીષ તિવારી, પૃથ્વીરાજ ચવ્હાણ, ભૂપેન્દ્ર હુડ્ડા સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા, જી-23 કેમ્પ પ્રમુખ પદ માટે ઉમેદવારો પણ ઉતારી શકે છે. G-23 જૂથ દ્વારા શુક્રવારે બીજી બેઠક બોલાવવામાં આવી હતી.