Site icon Revoi.in

મનીષ સિસોદિયાને 7 દિવસ ઈડીના રિમાન્ડમાં મોકલાયા , 21 માર્ચે જામીન અરજી પર થશે સુનાવણી

Social Share

દિલ્હીઃ- દિલ્હીના મંત્રી મનીષ સિસોદીયા દારુ કૌંભાંડ મામલે છેલ્લા ઘણા સમયથી સમાચારની હેડલાઈનામં છવાયા છે હવે રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને સાત દિવસના EDના રિમાન્ડ પર મોકલી આપ્યા છે.મનીષ સિસોદિયાની જામીન અરજી પર હવે 21 માર્ચે કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટે EDના રિમાન્ડ અંગેનો નિર્ણય અનામત રાખ્યો છે.

કોર્ટના આ ચૂકાદા બાદ આપ સાંસદ સંજય સિંહે કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો છે.  જો કે EDએ સિસોદિયાના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે.

શુક્રવારે થયેલી સુનાવણીમાં ઈડી એ 10 દિવસની રિમાન્ડની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે કૌભાંડ એક્સાઈઝ પોલીસીના ડ્રાફ્ટ સમયથી જ શરૂ થયો હતો, જેને સિસોદિયા અને અન્ય લોકોએ તૈયાર કર્યો હતો. આ દરમિયાન સિસોદિયાના વકીલે વિરોધ પણ કર્યો હતો.

આ સાથે જ બીજી તરફ  CBI દ્વારા કરવામાં આવેલી ધરપકડના મામલે જામીન પર સુનાવણી 21 માર્ચે યોજાનાર છે.. સિસોદિયાને CBIએ  26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. જે બાદ EDએ તેની સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના એક કેસમાં તિહાર જેલમાં સિસોદિયાની પૂછપરછ કરી હતી અને ગુરુવારે તેઓની ધરપકડ કરાઈ હતી.

જો કે મનીષ સિસોદિયાના વકીલ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. સિસોદિયાના વકીલે કોર્ટને કહ્યું કે એલજી દારૂની નીતિથી વાકેફ છે. સિસોદિયાને કોઈ પૈસા મળ્યા નથી. સિસોદિયાના વકીલે EDના રિમાન્ડનો વિરોધ કરતા કહ્યું કે EDએ ક્યારેય રિમાન્ડ માંગ્યા નથી.

Exit mobile version