Site icon Revoi.in

માનુષી  છિલ્લરનો જન્મદિવસ: આ જવાબ આપીને જીત્યો હતો મિસ વર્લ્ડનો તાજ, રહી ચુકી છે CBSEની ટોપર

Social Share

મુંબઇ : માનુષી છિલ્લર કે જેના નામને કોઈ ઓળખની જરૂર નથી. કારણ છે મિસ વર્લ્ડનો તાજ. માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે અને તે સીબીએસઈમાં ટોપર પણ રહી ચુકી છે. આજે તેઓ પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે અને સાબિત કરી બતાવ્યું કે હરિયાણી છોકરી પણ કોઈથી કમ નથી.

માનુષી છિલ્લર પહેલા વર્ષ 2000માં પ્રિયંકા ચોપડાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો અને તે બાદ 2017 માં માનુષી છિલ્લરે આ ખિતાબને પોતાના નામે કર્યો છે. માનુષી છિલ્લરને પોતાના જીવનમાં કેટલાક સંઘર્ષનો પણ સામનો કરવો પડ્યો છે.

ઘણા ઓછા લોકોને જાણ હશે કે માનુષી છિલ્લરે આ ખિતાબને મેળવવા માટે ભણવાનું મુકી દીધુ હતું. તેમની એક્ટિંગ લાઈનમાં શરૂઆત ફિલ્મ પૃથ્વીરાજથી થઈ હતી અને ભણવાનું તેમનું દિલ્લી અને સોનીપાતમાંથી થયું હતું.

માનુષી એક મેડિકલ વિદ્યાર્થી રહી છે અને તેમના પિતા ડીઆરડીઓમાં વૈજ્ઞાનિક છે તથા તેમની માતા પણ બાયોકેમેસ્ટ્રીમાં એમડી છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીતવા માટે તેમને એક વર્ષ ભણતરમાંથી બ્રેક લેવો પડ્યો હતો.

 

 

Exit mobile version