Site icon Revoi.in

ઉનાળામાં છાશ પીવાના અઢળક ફાયદા, અનેક બીમારીઓમાં રામબાણ ઈલાજ

Social Share

ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ધોમધખતા તાપના કારણે શરીરમાં પાણીની કમી થઇ જાય છે.અને જલ્દી જ થાક લાગી જાય છે.ગરમીમાં એક ગ્લાસ છાશ પીવી એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં શક્તિ રહે છે. છાશ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.  છાશમાં વિટામિન એ, બી, સી અને કે વગેરે હોય છે. આ સિવાય તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે. તેમાં આયર્ન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ છાશના ફાયદા વિશે

કબજિયાતથી છુટકારો મેળવવા માટે

કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમે છાશનું સેવન કરી શકો છો. છાશમાં અજમો નાખીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે તો છાશમાં શેકેલા જીરું અને ફુદીનામાં મેળવી પીવાથી લીવર અને પેટમાં થતી તકલીફને દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

ઇમ્યુનિટી વધારવા માટે  

છાશમાં સ્વસ્થ બેક્ટેરિયા હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને લેક્ટોઝ છે. તે શરીરમાં ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી તમારું શરીર ઉર્જાવાન રહે છે.

લૂ થી બચાવે છે

છાસ ઉનાળાની ઋતુમાં ગરમી સામે રક્ષણ આપવાનું કામ કરે છે. છાશનો ઉપયોગ ગરમી સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. છાશ અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે.

હાડકાઓને મજબૂત કરવા માટે

છાશમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે સાંધાનો દુખાવો અને કમરના દુખાવામાં રાહત આપે છે. કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરવા માટે તમે તમારા આહારમાં છાશ ઉમેરી શકો છો.