Site icon Revoi.in

વરીયાળીના અનેક ફાયદાઓ – એસીડિટીમાં રાહત અને પેટમાં ઠંડક આપે છે વરીયાળીમાં રહેલા ગુણો

Social Share

દિલ્હીઃ-આજકાલ દરેક વ્યક્તિના ભોજનમાં ખૂબજ ફેરફરા થયેલો જોવા મળે છે, ફાસ્ટ લાઈફમાં જંકફૂડ જાણે આપણો ખોરક બની ગયો છે,જેમાં બહાર વધુ પડતું જમવાથી પેટમાં બળતરાની સમસ્યા રહે છે, સાથે-સાથે એસીડિટી પણ ઉભરી આવે છે ત્યારે એવી સ્થિતિમાં આપણે ઘરેલું ઈલાજ કરતા હોઈએ છે, જેમાં વરિયાળી પણ એક અવી વસ્તુ છે જે તમને આ પ્રકારની તમામ સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે.

વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાત ની તકલીફ દૂર થાય છે,સામાન્ય રીતે વરીયાળીના પાવડરને સાકરમાં સરબત બનાવીને પીવાથી પેટને ઠંડક પહોંચે છે સાથે જ પેટની તકલીફ થશે નહી અને ગેસ અને કબજિયાત પણ દુર થશે.

વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરન મહત્વપુર્ણ તત્વ સમાયેલા છે. વરિયાળીમાં વિવિધ વિટામિન એ, ઈ, સી ની સાથે જ વિટૅઅમિન બી સમુહના વિટામિન પુષ્કળ પ્રમાણમાં સમાયેલા હોય છે. આ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.

વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. ગોળ અને વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે. વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતાર હેલી છે.

વરીયાળીના અનેક ગુણકારી ફાયદાઓ