Site icon Revoi.in

નાગરવેલના પાનના અનેક ફાયદાઓઃ- ખાસી,ગળાના દુખાવામાં આપે છે રાહત

Social Share

આપણે મીઠું પાન ખાવાના ખૂબ શોખીન હોઈએ છે તેમાં જે પાન જોવા મળે છે જેને આપણે નાગરવેલનું પાન કહીએ છે, જે માત્ર મુખવાસ માટેજ નહી પરંતુ કેટલાક તેના ઉપયોગ ઓષધિ તરીકે પણ થાય છે, તેના સેવનથી અનેક બિમારીમાં રાહત મળે છે.

નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. જે લોકોને મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ સંબંધીત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.

પાનનો ઉપયોગ માથા પર આ પાનના પત્તાનો લેપ લગાવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે. પાનમાં રહેલા એનાલજેસિક ગુણ માથાના દુખાવામાં આરામ આપે છે. વાગવા પર પાનનું સેવન કરવાથી ઘાને ભરવામાં મદદરૂપ બને છે.આવા તો પાનના કેટલાક ઉપયોગો છે જેના થકી આપણે ઘરેલું ઈલાજ કરી શકીએ છે.

નાગરવેલના પાનના અનેક ઉપયોગ તથા ફાયદાઓ