Site icon Revoi.in

ગરમી શરુ થતા જ વાળમાં ખંજવાળ આવવી અને પસીના થવાની થાય છે સમસ્યા, આ રીતે મેળવો તેમાંછી છૂટકારો

Social Share

ઉનાળાની ગરમીના કારણે વાળ ચીકાશ વાળા રહેવા ,વાળમાંથી બદબૂ આવવી જેવી સમસ્યાોઓ સર્જાય છે.આવી સ્થિતિમાં વાળની ​​સંભાળ લેવી ખાસ જરુરી બને છે, કારણ કે હવામાનમાં થતા ફેરફારો ફક્ત શરીર અને ત્વચાને જ નહીં વાળને પણ અસર કરે છે.

સ્વસ્થ આહાર શરીર અને ત્વચા તેમજ વાળ માટે ખૂબ જ જરૂરી છે. ખોરાકમાંથી મળતા પોષક તત્વો પણ વાળને પોષણ આપે છે. સ્વસ્થ વાળ માટે, તમારા આહારમાં મોસમી ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી, તંદુરસ્ત ચરબીથી ભરપૂર ખોરાક જેમ કે એવોકાડો, માછલી, કોળાના બીજ અને સીંગદાણા, બદામ અને ડ્રાયફ્રુટ્સ સાથે તમારા આહારમાં આમળાનો સમાવેશ કરો.

જ્યારે પણ તમે તડકામાં જાવ તે પહેલા વાળને ઢાકીલો, કોટનના દુપટ્ટાનથી વાળને કવર કરો,તડકામાં બહાર જતા પહેલા તમારા વાળ અને માથાની ચામડીને સારી રીતે ઢાંકી લો. તમારા માથાને ટોપી, સ્કાર્ફ અથવા સ્કાર્ફથી ઢાંકો. આના કારણે વાળ સૂર્યના સીધા સંપર્કમાં નહીં આવે અને તેમને નુકસાન પણ ઓછું થશે.

આ સાથે જ સોયાબીન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સોયાબીનમાં એએલએ, ઓમેગા -3 ફેટી એસિડ્સ અને વિટામિન-ઇનો ઘણો સમાવેશ થાય છે, જે વાળને પૂરતા પોષણ આપવા માટે મદદ કરી શકે છે.

જ્યારે પણ તમે વાળમાં શેમ્પૂ કરો ત્યાર બાદ વાળને નુકસાનથી બચાવવા માટે હેર કન્ડીશનર લગાવાની આદત રાખો . તે વાળને તડકાથી પણ બચાવે છે. એટલા માટે હંમેશા શેમ્પૂ કર્યા પછી વાળમાં કંડીશનર લગાવો. તે વાળને મોઇશ્ચરાઇઝ કરે છે અને વાળની ​​શુષ્કતા ઘટાડે છે અને વાળને મેનેજ કરવામાં મદદ કરી શકે છે.

આ સાથે જ ઉનાળાની ગરમીમાં તમારે દર એક દિવસ છોડીને બીજા દિવસે વાળ ઘોવા જોઈએ જેથી વાળનો પસીનો ગંઘ નહી મારે અને પસીનો થતા અટકે પણ, વાળ કાયમ ઘોવાની સાથે વાળ ઘોતા પહેલા ઓઈલ કરવાનું પણ રાખો જે વાળને તૂટતા ખરતા બચાવે છે.

નારિયેળનું તેલ અને બદામનું તેલ વાળને મજબૂત બનાવવાની સાથે સાથે તે ખરતા વાળને પણ અટકાવે છે, આ સાથે જ વાળને શિલ્કી બનાવે છે માટે અઠવાડિયામાં બે વખત આ બન્ને તેલથી માથાના વાળમાં માલીશ કરવી જોઈએ .તે વાળને રુસ્ક થતા બચાવે છે.