Site icon Revoi.in

24 માર્ચે એટલે ‘વિશ્વ ટીબી દિવસ’, જાણો ક્યારથી અને શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ

Social Share

વિશ્વભરમાં 24 માર્ચને ટીબી દિવસ તરીકે મનાવવામાં આવે છે,વિશ્વ ટીબી દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. વિશ્વ ટીબી દિવસનો હેતુ લોકોને ટીબી વિશે જાગૃત કરવાનો તેમજ તેને અટકાવવાનો છે. આ સાથે જ ફેફસાંના સ્વાસ્થ્યને અસર કરતા ગંભીર બેક્ટેરિયલ રોગ વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ક્ષય રોગના સામાજિક અને આર્થિક પરિણામોની સાથે વૈશ્વિક સ્તરે તેની આરોગ્ય અસરોને પ્રકાશિત કરે છે. વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જાગૃતિ અભિયાન ચલાવવાની સાથે સાથે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

વિશ્વ ટીબી દિવસનો ઇતિહાસ 24 માર્ચ, 1882 ના રોજ, જર્મન ચિકિત્સક અને માઇક્રોબાયોલોજિસ્ટ રોબર્ટ કોચે ટીબી બેક્ટેરિયમ, માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસની શોધ કરી.  તેમની આ  શોધ પછીથી ટીબીના નિદાન અને સારવારમાં ઘણી મદદગાર સાબિત થઈ. આ યોગદાન માટે, આ જર્મન માઇક્રોબાયોલોજિસ્ટને વર્ષ 1905 માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે દર વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન  ટીબીના સામાજિક, આર્થિક અને સ્વાસ્થ્ય પરિણામો અંગે જનજાગૃતિ ફેલાવવા અને વિશ્વમાંથી ટીબીને નાબૂદ કરવાના પ્રયાસોને વેગ આપવા માટે આ દિવસની ઉજવણી કરે છે.

આ દિવસે વિશ્વભરમાં વિવિધ સંસ્થાઓ ક્ષય રોગને લગતા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. સ્ટોપ ટીબી પાર્ટનરશીપમાં સામેલ સંસ્થાઓ દર વર્ષે આ દિવસને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે કામ કરે છે. ટીબી સમગ્ર વિશ્વમાં છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, ટીબીથી બીમાર મોટાભાગના લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે, પરંતુ ટીબી સમગ્ર વિશ્વમાં હાજર છે.