Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સોમનાથ મંદિરમાં માર્કંડેય પૂજા અને લઘુરૂદ્ર વિશેષ મહાપૂજા કરાઈ

Social Share

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવજીના દર્શનનું વિશેષ મહાત્મય છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના જન્મદિન નિમિત્તે  આજે સોમનાથ મહાદેવજીના મંદિરમાં મહાપૂજા કરાઈ હતી. મંદિરના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીના હસ્તે મહાપૂજા અને અભિષેક કરાયો હતો. સોમનાથ મંદિર ખાતે માર્કંડેય પૂજા, લઘુરૂદ્ર સહિત વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. મહત્વનું છે, કે વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે 17મી સપ્ટેમ્બરના રોજ જન્મદિન નિમિત્તે ગુજરાતભરમાં વડાપ્રધાનના જન્મદિનની ઊજવણી કરવામાં આવી હતી. જ્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સોમનાથ મંદિરમાં નરેન્દ્ર મોદીના વિવિધ ફોટાનું પ્રદર્શન પણ યોજાયું હતું. મંદિરના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીના હસ્તે મહાપૂજા અને અભિષેક કરાયો હતો. સોમનાથ મંદિર ખાતે માર્કંડેય પૂજા, લઘુરૂદ્ર સહિત વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે  જન્મ દિવસની તેમના વતન વડનગરમાં પમ ઊજવણી કરવામાં આવી હતી.. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના વડનગરના વતની છે. મોદી 1972માં સંઘ સાથે જોડાયા હતા. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2019માં બીજી વખત દેશના વડા પ્રધાન બન્યા. 71 વર્ષની આ સફરમાં મોદીએ સંઘર્ષ પણ જોયો છે અને સફળતા પણ જોઈ છે. આ સફરમાં અનેક પડાવો આવ્યા અને તેને સફળ રીતે પાર કર્યા છે.

( file-photo)