Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં મુરૈનામાં લઠ્ઠાકાંડ – ઝેરી દારુ પીવાથી 11 લોકોના મોત

Social Share

ભોપાલ: મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાતા પોલીસતંત્ર દોડતુ થઈ ગયુ છે. મધ્યપ્રદેશમાં મુરૈનામાં લઠ્ઠાકાંડ – ઝેરી દારુ પીવાથી 11 લોકોના મોત. તેમજ 20થી વધારે લોકોને અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ અંગે પોલીસે ચાર શંકાસ્પદો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. તેમજ કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છેરા માનપુર ગામ અને પહવાલી ગામમાં ઝેરી દારૂ પીધા બાદ કેટલાક 11 વ્યક્તિઓના મોત થયાં હતા. 6 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. સૌથી પહેલા માનપુરમાં ઝેરી દારૂ પીવાથી એક વ્યક્તિની તબિયત બગડી હતી. ત્યારબાદ પરિજનો ગંભીર સ્થિતિમાં તેને ગ્વાલિયર લઈ ગયા હતા. જ્યાં રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. આ વ્યક્તિનો મૃતદેહ લઈને જ્યારે પરિજનો ગામમાં પરત પહોંચ્યા તો જાણવા મળ્યું કે ગામમાં દારૂ પીવાના કારણે બીજા લોકોની પણ તબિયત બગડી ગઈ છે.

મુરૈના જિલ્લા હોસ્પિટલના ડોક્ટર રાઘવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, તમામ લોકોનાં મોત ઝેરી દારૂ પીવાના કારણે થયા છે. બીજી તરફ અનેક લોકોની તબિયત ખરાબ છે.