Site icon Revoi.in

OpenAI કંપનીમાં સેમ ઓલ્ટમેનના સ્થાને મીરા મુરતીની વચગાળા સીઈઓ તરીકે પસંદગી કરાતા વ્યક્ત કરી ખુશી

Social Share

દિલ્હી –  ઓપનએઆઈ કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેનને હટાવ્યા બાદ, તેમના સ્થાને  કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરતીની નિમણૂક કરવામાં આવી છે. ઓપનએઆઈના વચગાળાના સીઈઓ મીરા મુરત્તીએ સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી બાદ કંપનીમાં નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે “સન્માન અનુભવ્યું” છે .

ઉલ્લેખનીય છે કે  ઓલ્ટમેનની અચાનક વિદાય પછી મીરા મુરત્તીએ શુક્રવારે કાર્યભાર સંભાળ્યો હતો આ સતહેવ જ તેમણે  મુશ્કેલીગ્રસ્ત કંપની તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કર્મચારીઓને અપીલ કરી હતી. 

વચગાળા ના  સીઇઑ  તરીકે કાર્યભાર સંભાળતા  મીરા મુર્તી  લખ્યું છે કે, “આ પહેલા કરતા વધુ મહત્વનું છે કે આપણે આપણા મૂળ મૂલ્યો પ્રત્યે સાચા રહીએ અને આપણા કામ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.” એવી અટકળો શરૂ થઈ હતી કે માઈક્રોસોફ્ટ કોર્પ, વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર અને ઓપનએઆઈ કંપની ઓલ્ટમેનને હટાવવામાં સામેલ હોઈ શકે છે. “માઈક્રોસોફ્ટે ઓલ્ટમેનની બહાર નીકળવાનું આયોજન કર્યું ન હતું,”

મીરા મૂર્તિ 34 વર્ષની છે અને તેમને OpenAIના વચગાળાના CEOના પદ પર પ્રમોટ કરવામાં આવ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, તેનો જન્મ 1988માં અલ્બેનિયામાં થયો હતો. મૂર્તિ વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે, જેમણે ડાર્ટમાઉથ કૉલેજમાંથી સ્નાતક થયા છે. તેણે હાઇબ્રિડ રેસ કાર પણ બનાવી છે.
આ સાથે જ  મીરાએ વર્ષ 2018માં ઓપનએઆઈમાં જોડાઈ હતી. આ પહેલા તે ટેસ્લા સાથે કામ કરતી હતી. અહીં તેમણે મોડેલના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ગયા વર્ષે તેમને સીટીઓના પદ પર બઢતી આપવામાં આવી હતી.
OpenAI ના વર્ણન મુજબ, પાંચ વર્ષ સુધી OpenAI ની નેતૃત્વ ટીમની સભ્ય મીરાએ વૈશ્વિક AI લીડર તરીકે OpenAI ના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેણે કહ્યું કે તેણી એક અનન્ય કૌશલ્ય સમૂહ લાવે છે, કંપનીના મૂલ્યો, કામગીરી અને વ્યવસાયની સમજણ ધરાવે છે અને પહેલેથી જ કંપનીના સંશોધન, ઉત્પાદન અને સલામતી કાર્યોનું નેતૃત્વ કરે છે.