Site icon Revoi.in

મેઘાલયમાં આવેલી છે દેશની આ સૌથી ક્લિન કાંચ જેવી દેખાતી નદી, તમે પણ એક વખત ટોક્કસ કરો મુલાકાત

Social Share

નદી એટલે આપણા માનસપટલ પર ેવી છદી હોય જ કે જ્યાં લોકો ફૂલ પઘારવાતા હોય , કિનારા પર અઢળક કચરો હોય જો કે દરેક નદી એવી હોય તે તરુરી નથી, જી હા જ્યાં ભારતમાં અનેક નદગીઓમાં ગંદકી જોવા મળે છે ત્યા ભારતમાં જ દેશની સૌથી સુંદર ક્લિન નદી પણ આવેલી છે જેની નીચેના પત્થર પમ તમે ચોખ્ખા જોઈ શકો તેનું પાણી એટલું ક્લિન હોય છે.

આ નદી ક્રિસ્ટલ ક્લિયર ઉમંગોટનું પાણી એટલું ચોખ્ખુ  છે કે તેમાં ફરતી બોટ હવામાં તરતી હોય તેવું લાગે છે. આ નદીના ફોટો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ફોટોમાં તમે જોઈ શકશો કે નદીના તળેટીના પત્થરો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ નદીની અંદરની દરેક વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. નદી એટલી પારદર્શક છે કે તમે તેમાં તમારો પોતાનો ચહેરો પણ જોઈ શકો છો.

 

ઉમંગોટ નદી માવલીનોંગ ગામમાંથી પસાર થાય છે, જે એશિયાના સૌથી સ્વચ્છ ગામનો દરજ્જો ધરાવે છે. આ ગામ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે આવેલું છે. આ નદી બાંગ્લાદેશ પહેલા જયંતિયા અને ખાસી હિલ્સ વચ્ચેથી પસાર થાય છે.

આ નદી પાસે ફરવા માટેનું વાતાવરણ ખૂબ જ સારું છે. અહીં આવીને પહાડો પર વહેતા પાણીનો અવાજ સાંભળવાની મજા જ કંઈક ઓર છે. જો તમે અહીં ફરવા માંગો છો, તો તમારે નવેમ્બરથી એપ્રિલ સુધી આવવું જોઈએ. આ સમયે અહીંનું હવામાન મુસાફરી માટે શ્રેષ્ઠ છે.

જો કે નદીનું નામ ઉમંગોટ નદી છે, પરંતુ મેઘાલયમાં તે ડોવકી નદી તરીકે ઓળખાય છે. આ નદી શિલોંગથી 100 કિમી દૂર વહે છે. નદીની નજીકનો નજારો પણ અદ્ભુત છે. અહીં હંમેશા પક્ષીઓનો કિલકિલાટ સંભળાય છે. આ સિવાય નદીમાં પડતા સૂર્યના કિરણો અહલાદક દ્ર્શ્ય સર્જે છે.