Site icon Revoi.in

ટ્વિટરની હરિફાઈમાં આવ્યું મેટાનું ‘થ્રેડ’ – માત્ર 2 જ કલાકમાં 20 લાખ લોકોએ ડાઉનલોડ કર્યું

Social Share

 

દિલ્હીઃ- ટ્વિટરની એક તરફ લોકપ્રિયતા ઘટતી જઈ રહી છે તો બીજી તરફ ટ્વિટરને ટક્કર આપવા માટે મેટા એ થ્રેડ નામની સોશિયલ મીડિયા સાઈટ લોંચ કરી છે જે માત્ર 2 કલાકની અંદર 20 લાખ યૂઝર્સ મેળવવામાં સફળ સાબિત થઈ છે.આ એક ટ્વિટર જેવી જ એપ છે જે લોકો ટ્વિટરનો યૂઝ કરી ચૂક્યા છે તેઓ આ એપને સરળતાથી યૂઝ કરી શકશે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહી.

ટ્વિટરને ટક્કર આપવા છેવટે આ થ્રેડ્સ એપ લોન્ચ કરવામાં આવી છે. થ્રેડ્સ એ ટેક્સ્ટ-આધારિત સોશિયલ મીડિયા એપ્લિકેશન છે જે એલન મસ્કના ટ્વિટર સાથે હરિફાઈ કરતી જોવા મળે તો નવાઈ નહી હોય.

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આ એપ લોન્ચ કરી છે. થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામ ટીમ દ્વારા જ વિકસાવવામાં આવી છે. જેમાં એક રિયલ ટાઇમ ફીડ થ્રેડ્સમાં પણ ઉપલબ્ધ કરાવામાં આવ્યું છે. થ્રેડ્સના ફીચર્સ અને ઈન્ટરફેસ ટ્વિટર જેવા જ જોવા મળ્યા છે.જો કે થ્રેડ્સમાં, તમે તમારા ઈન્સ્ટાગ્રામ આઈ વડે લોગઈન કરી શકો છો.

આ એપ્સમાં તમે  500 અક્ષરો સુધી પોસ્ટ કરી શકો છો જેમાં વેબ લિંક્સ, એક સમયે 10 જેટલા ફોટા અને એક મિનિટ સુધીના વીડિયો અપલોડ કરી શકો છો. તમે થ્રેડ્સમાં કોઈ પણ યૂીઝર્સને  બ્લૉક અને ફૉલો પણ કરી શકો છો.

થ્રેડ્સ હવે ભારતમાં પણ ઉપલબ્ધ કરાઈ છે. થ્રેડ ગૂગલ પ્લે-સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમારી પાસે પહેલેથી જ ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક છે એટલે કે જો તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પહેલેથી જ વેરિફાઇડ છે તો થ્રેડ્સ એકાઉન્ટ ઑટોમૅટિક  તમને જાણ કરશે કે તમારે એ ઓપ્શન્સમાં આવવું છે કે કેમ.

બીજી એક મહત્વની વાત એ છે કે જો તમે જો તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈને બ્લોક કર્યા હશે તો  થ્રેડ્સ પર  પણ તે યૂઝર્સ બ્લોક રેહેશે કારણ કે તેનું લોગઈન ઈન્સ્ટા સાથે કરવામાં આવ્યું હોય છે જેમા કારણે આ બાબત તેના સાથે સંકળાયેલ છે.જો કે બીજી એક નાની સમસ્યા એ છે કે હાલ આ એપમાં ડાયરેક્ટ મેસેજની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી.