Site icon Revoi.in

હવામાન વિભાગની આગાહી, ક્યાંક ગરમી તો ક્યાંક વાવાઝોડાની કરી આગાહી

Social Share

દિલ્હી: દેશમાં ગરમીનો કહેર પહેલા કરતા વધુ વધી શકે છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દેશના ઘણા રાજ્યોમાં આજે પણ લૂ અને ગરમી યથાવત રહેવાની શક્યતા છે. સૂર્યપ્રકાશ સાથે ગરમ પવનોને કારણે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે.આગામી 24 કલાક દરમિયાન દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેશે અને સૂર્યપ્રકાશ જોવા મળશે.આ દરમિયાન તાપમાનમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે ગરમીની સ્થિતિ યથાવત રહી શકે છે

આજે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને પેટા-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. તો આગામી પાંચ દિવસોની વચ્ચે જમ્મુ-કાશ્મીર,લદ્દાખ-ગિલગિત-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

20-22 એપ્રિલ દરમિયાન ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ વરસાદની સંભાવના છે.આ સાથે IMD દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,19 અને 20 એપ્રિલે પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ 25-35 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવનની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ઘણી જગ્યાએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.