Site icon Revoi.in

મીકાને પાકિસ્તાન જવુ મોંઘુ પડ્યુઃ- સલમાન ખાનના અમેરીકાના કૉન્સર્ટમાં પરફોર્મ નહી કરી શકે મીકા

Social Share

બૉલિવૂડ સિંગર મીકા સિંહ હમેંશાથી ચર્ચાનો વિષય રહ્યા છે,ત્યારે થોડા સમય પહેલા મીકા પાકિસ્તાનના કરાચીમાં એક મંત્રીની પુત્રીના લગ્નમાં પરર્ફોમ કરવા માટે પાકિસ્તાન ગયા હતા જેને લઈને લોકોએ તેમને ખુબ ટ્રોલ કર્યા હતા, જેને લઈને વિવાદ સર્જાયો હતો ત્યાર થી ભારતમાં મીકા પર બૅન લગાવવામાં આવ્યો છે.

ત્યારે અમેરીકામાં થનારી સલમાન ખાનની ઈવેન્ટમાં મીકા સિંહ પરફોર્મ કરવાના હતા પરંતુ આ પાકિસ્તાન વાળા વિવાદ બાદ હવે તેમનું નામ આ લીસ્ટમાંથી હટાવવામાં આવ્યું છે.જેથી હવે અમેરીકામાં સલમાનની ઈવેન્ટમાં મીકા જોવા મળશે નહી.

ભારત પાકિસ્તાનમાં સર્જાયેલા તણાવ વચ્ચે મીંકા સિંહનું કરાચીમાં પરફોર્મ કરવું સજા બની ગઈ છે, વીતેલા દિવસોમાં FWICEએ મીકા સિંહ પર બેન લગાવ્યો છે ત્યાર બાદ મીકાએ પોતાની ભૂલ સ્વીકારીને માફી પણ માંગી હતી,જો કે મીકા માટે આ મામલો હજુ થાળે નથી પડ્યો, કારણ કે આ મામલા બાદ મીકા સલમાન ખાનની જે ઈવેન્ટમાં ભાગ લેવાના હતા તે  ઈવેન્ટમાંથી મીકા સિંહનું નામ કાઢી નાખવામાં આવ્યું છે

અમેરિકામાં યોજાનારી સલમાનની જલસા ઈવેન્ટ 25 ઓગસ્ટથી શરૂ થવાની હતી. પરંતુ હવે આ કોન્સર્ટ મોકૂફ રાખવામાં આવી છે. ડેક્કન ક્રોનિકલએ એક અહેવાલમાં જણાવ્યું છે કે સલમાને આ ઇવેન્ટમાં મીકા સિંહ સાથે પરફોર્મન્સ નહીં કરવાનો નિર્ણય લીધો છે. મીકા સિંહે સલમાન માટે કેટલીક  હિટ ફિલ્મમાં ગીતો ગાય છે.

આ ગીતોમાં ફિલ્મ કિકનું ગીત “જુમ્મ કી રાત હૈ”, બજરંગી ભાઈજાનું ગીત “આજ કી પાર્ટી મેરી તરફ સે” અને સુલતાનનું ગીત “લગ ગયે 440 વોલ્ટ કે ઝટકે છૂનેસે તેરે” શામેલ છે. એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ સલમાનના એક ખાસ મિત્રએ કહ્યું કે તેમના મતે તે વ્યક્તિઓથી પોતાને દૂર રાખવા જરૂરી છે, જેમના કારણે દેશભક્તિ પર સવાલ ઉઠી રહ્યા છે.

Exit mobile version