Site icon Revoi.in

માઈક્રોસોફ્ટ કો-ફાઉન્ડર બિલ ગેસ્ટને થયો કોરોના- હળવા લક્ષણો જોવા મળ્યા

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે ત્યારે હાલ પણ વિશ્વના કેટલાક દેશોમાં છૂટાછવાયા કોરોનાના કેસો આવી રહ્યો છે જેને લઈને ઘણી મોટી હસ્તીઓ પણ કોરોનાની ઝપેચટમાં આવી રહી છે ત્યારે હવે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ અને  માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક એવા બિલ ગેટ્સ પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

તેઓએ કોરોના થયો હોવાની માહિતી પોતે એક ટ્વીટ  કરીને આપી છે. જો કે આ દરમિયાન તેણે કુલ ચાર ટ્વિટ કરી હતી. આમાં, તેના કોરોના સંક્રમણ, રસી અને તેના પાયા વિશે માહિતી આપવામાં આવી છે.

બિલ ગેટ્સે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે મારો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હાલ હળવા લક્ષણો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હું સંપૂર્ણ સ્વસ્થ નહીં થઈ જાઉં ત્યાં સુધી હું આઈસોલેશનમાં રહીશ. હું ડોકટરોની સલાહને અનુસરી રહ્યો છું.આ સાથે જ તેણે ટ્વીટ કર્યું, “હું ભાગ્યશાળી છું કે હું કોરોનાની રસી મેળવી અને તેનો બૂસ્ટર ડોઝ પણ લીધો. અમારી પાસે કોરોના ટેસ્ટિંગ અને મેડિકલ કેર માટે સારી સુવિધાઓ છે.”