Site icon Revoi.in

દૂધ ત્વચાને બનાવે છે કોમળ, સાથે આ 5 વસ્તુઓનું મિશ્રણ કરીને લગાવવાથી ત્વચા કરે છે ગ્લો

Social Share

હાલ શિયાળાની ઠંડી ઋતુ ચાલી રહી છે આવી સ્થિતિમાં ચહેરાની સ્કિનને ફાટવાથી બચાવી જોઈએ તે માટે કેટલાક ઘરેલું ઉપચાર કરવા જોઈએ કારણ કે બહારના પાવડર કે ક્રિમ લાંબા સમયે તમારી ત્વચાને નુકશાન પહોચાડી શકે છે જ્યારે ઘરના બનાવેલા ફેસપેક તમે રોજ વાપરશો તો પણ નુકશાન થશે નહી અને ત્વચા પણ ગ્લો કરશે તથા ખર્ચાથી પણ બચી શકશો.

ખાસ કરીને દૂધને ત્વચા માટે બેસ્ટ ઓપ્શન માવામાં આવે છે મોટા ભાગની પ્રોડક્ટમાં જોવા મળે છે કે મિલ્કનો ઉપયોગ થાય છે જો કે તે પ્રોસેડેડ હોય છે જ્યારે નેચરલ દૂદ થકી જો તમે ઈન્સ્ટન્ટ ત્વચા ગ્લો કરવા માંગો છો તો તમારે દૂધ સાથે કેટલીક વસ્તુઓ મિક્સ કરી તેનો ફેસપેક બનાવીને ચહેરા પર લગાવવો જોઈએ.

1 –  માત્ર કાચુ દૂધ

જે દૂધ તમે લાવો છો અને ગરમ નથી કરતા ત્યા સુધી તે કાચૂ દુધ રહે છે,કાચા દૂધમાં રુનું પુંમડુ પલાળીને ચહેરા પર લગાવી લો. ત્યાર બાબ 20 મિનિટ સુધી આમ જ ચહેરાને સુકાવા દો ત્યાર બાદ તેને ઠંડા પાણીથી વોશ કરીલો, આમ કરવાથી તમારી ત્વચા પર ગ્લો આવશે અને ચહેરાનો ડસ્ટ પણ દૂર થશે

2 – દૂધ અને હળદર

આપણે સૌ કોઈ જાણીએ છે કે હળદર એન્ટિબેક્ટિરિયલ ગુણોથી ભરપુર છે તે ત્વચા માટે બેસ્ટ ઓપ્શન છે, દૂધ સાથે હળદર મિક્સ કરીને ફેસ પેક બનાવી તેને ચહેરા પર 20 મિનિટ સુધી રહેવાદો ત્યાર બાદ તેને ઠંડા પાણીથી વોશ કરીલો આમ કરવાથઈ ત્વચા એકદમ ગ્લો કરશે, હરદળના કારણે ત્વચા નિખરી ઉઠશે અને દૂધથી ત્વચા કોમળ બનશે

3 –  દૂધ અને મુલતાની માટી

જો તમે કાચા દૂધમાં મુલતાની માટીને મિક્સ કરીને પેસ્ટ બનાવી તેનો ફેસપેક તરીકે ઉપયોગ કરો છો તો આ સૌથી બેસ્ટ ઉપાય છે, મુલતાની માટી સ્કિનની ચિકાશને દૂર કરે છે તો દૂધ ત્વચાને કોમળ બનાવે છે, આ બન્નેના મિશ્રણથી ત્વચા પર ગ્લો આવે છે, આ સાથે જ ડસ્ટ અવે બ્લેક હેડ્સ જેવી સમસ્યામાંથી છૂટકારો મળે તે અલગ

4 – દૂધ હરદળ અને મધ

1 ચમચી દૂધમાં એક ચમચી હરદળ મિક્સ કરો. ત્યાર બાદ તેમાં 1 ચમચી મધ એડ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લાગવીને 10 મિનિટ સુધી હળા હળવા હાથે મસાજ કર્યા કરો, ખાસ કરીને આંખોના સર્કલ પાસે મસાજ કરવું તેનાથી ડાર્ક સર્કલ દૂર થાય છે, આ સાથેજ ત્વચા પર જીદ્દી કાળઆશ હોય તે ઓછી થાય છે અને ત્વચા મધના કારણે ચમકદાર બનશે, શિયાળો હોવાથી મધનો ઉપયોગ વધુ ગુણકારી બને છે કારણ કે મધથી ત્વચા કોમળ બને છે.

5- દૂધ અને જાયફળનો પાવડર

એક ચમચી દૂધમાં એક ચમચતી જા.ફળનો પાવડર મિક્સ કરીને તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પર પિમેપલ્સ અને બ્લેક હેડ્સ તો દૂર થાય જ છે સાથે સાથે ચહેરાની સ્કિન કોમળ મુલાયમ બને છે અને સ્કિન ગ્લો કરે છે