- સોશિયલ મીડિયાને લઈને કડક વલણની તૈયારી
- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય આઇટી નિયમો-2021માં સુધારો કરશે
દિલ્હીઃ- દેશભરમાં સોશિયલ મીિયા હવે હીંસાને પ્રોત્સાહન આપનાર મીડિયા તરીકે ઇભરી આવ્યું છે તાજેતરમાં જ આ મામાલે એક રિપોર્ટ જારી થયો હતો જે પ્રમાણે સોશિયલ મીડિયામાં ભડાકઉ અને હિંસા ફેલાવનાર પોસ્ટચ વધતી જઈ રહી છે ત્યારે હવે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલ.ય દ્રારા આ બાબતે સખ્તી વર્તવાની તૈયારીઓ ચાલી રહી છે.
કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ કંપનીઓને લગતી ફરિયાદોના નિરાકરણ માટે અપીલ પેનલની રચના કરવાની તૈયારીમાં જોતરાઈ છે. આ પેનલ પાસે સોશિયલ મીડિયા અને અન્ય ઈન્ટરનેટ કંપનીઓના નિર્ણયો બદલવાની સત્તા રહેશે આ બાબતે. કેન્દ્રએ વિકેલા દિવસને સોમવારે જણાવ્યું કે, આનાથી મોટી ટેક કંપનીઓ દ્વારા સર્જાયેલી તિરાડો અને કમજોરીદૂર થશે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે 2021ના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમોમાં સુધારો કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને જૂનના મધ્ય સુધારો જારી કરવામાં આવશે.આ સાથે જ સામાન્ય જનતા ડ્રાફ્ટ નોટિફિકેશન પર આગામી 30 દિવસ સુધી સૂચનો આપી શકશે.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે , ઈન્ટરનેટ વપરાશકર્તાઓ માટે મફત, સુરક્ષિત અને જવાબદાર ઈન્ટરનેટ સુનિશ્ચિત કરવા માટે 25 ફેબ્રુઆરી, 2021ના રોજ આઈટી નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. આ હેઠળ, 50 લાખથી વધુ વપરાશકર્તાઓ ધરાવતી સોશિયલ મીડિયા કંપની માટે ભારતમાં નિવાસી ફરિયાદ અધિકારી, નોડલ અધિકારી અને મુખ્ય અનુપાલન અધિકારીની નિમણૂક કરવી ફરજિયાત છે.