Site icon Revoi.in

અમેરિકાની તુલનામાં ભારતમાં અલ્પસંખ્યક વધુ સુરક્ષિતઃ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ

Social Share

દિલ્હીઃ-  તાજેતરમાં અમેરિકા દ્રારાનેશનલ કાઉન્સિલ ઓફ એશિયન ઈન્ડિયન એસોસિએશને ગ્રેટર વોશિંગ્ટન ડીસીમાં વેંકૈયા નાયડુના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે એમ કહ્યું કે ભારતમાં લઘુમતિઓ અમેરિકાની સરખામણીમાં વધુ સુરક્ષિત જોવા મળે છે.

જાણાકીર પ્રમાણે દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ અમેરિકાના વોશિંગ્ટનમાં લઘુમતીઓને મોટો પ્રોત્સાહન આપ્યું છે.  લઘુમતિઓની સુરક્ષાને લઈને  કહ્યું કે ભારતમાં લઘુમતીઓ અમેરિકા કરતાં વધુ સુરક્ષિત છે. કારણ કે ધર્મનિરપેક્ષતા ભારતીયોના લોહીમાં છે.

વધુમાં એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે પશ્ચિમી મીડિયાનો એક વર્ગ લઘુમતીઓને લઈને ભારત વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં સામેલ છે. તેમણે કહ્યું કે ભારત વિરુદ્ધ ગેરમાહિતી ફેલાવવામાં આવી રહી છે. પશ્ચિમી મીડિયાનો એક વર્ગ પણ આમાં સામેલ છે. તે ભારત અને તેના લઘુમતીઓની સુરક્ષાને લઈને કરવામાં આવતા પ્રચારનો એક ભાગ બન્યો. હું આ લોકોને કહેવા માંગુ છું કે ભારતમાં લઘુમતીઓ અહીં અમેરિકામાં કરતાં વધુ સુરક્ષિત છે.”

74 વર્ષીય વેંકૈયાએ નેશનલ કાઉન્સિલ ઓફ એશિયન ઈન્ડિયન એસોસિએશન દ્વારા સોમવારે ગ્રેટર વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં તેમના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય-અમેરિકનોને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, “તમે જુઓ કે ભારતમાં શું થઈ રહ્યું છે અને અન્ય દેશોમાં શું થઈ રહ્યું છે. પરંતુ, તમે જાણો છો કે અન્ય દેશોમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.” વેંકૈયા છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં છે. ગયા સપ્તાહના અંતે, તેમણે ફિલાડેલ્ફિયામાં ભારતીય-અમેરિકન ચિકિત્સકોની એક સભાને સંબોધિત કરી હતી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત તેની લઘુમતીઓનું સન્માન કરે છે.

 

Exit mobile version