Site icon Revoi.in

પાકિસ્તાન: હોસ્ટેલમાં મળી હિંદુ વિદ્યાર્થિનીની લાશ, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ

Social Share
સાંકેતિક તસવીર

પાકિસ્તાનમાં હિંદુઓ સામેની હિંસાની ઘટનાઓ થંભવાનું નામ લઈ રહી નથી. ફરી એકવાર સિંધ પ્રાંતમાં એક મેડિકલની હિંદુ વિદ્યાર્થિનીની હત્યાના અહેવાલ આવ્યા છે. તેવામાં માનામાં આવી રહ્યું છે કે આ હત્યા બળજબરીથી ધર્માંતરણના કારણે થઈ છે.

મૃતકનું નામ નમ્રતા ચંદાની હતું અને તે પાકિસ્તાનની ઘોટકીના જ મીરપુર મથેલોની વતની હતી. આ મામલામાં પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે અથવા તેની હત્યા કરવામાં આવી છે, તે કહેવું મુશ્કેલ છે. પરંતુ નમ્રતાના ભાઈ ડૉ. વિશાલ સુંદરનો દાવો છે કે આ આત્મહત્યા નથી. તેની હત્યા કરવામાં આવી છે.

નમ્રતાના ભાઈ ડૉ. વિશાલ સુંદરે કહ્યુ છે કે તેમની બહેનના શરીરના અન્ય ભાગ પર પણ નિશાન છે, જાણ કે કોઈ વ્યક્તિ તેને પકડી રહ્યો હતો. તેમણે કહ્યુ છે કે તેઓ લઘુમતી છે. મહેરબાની કરીને અમારી સાથે ઉભા રહો.

નમ્રતા લારકાનાની બીબી આસિફા ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિની હતી. નમ્રતાની લાશ હોસ્ટેલના રૂમમાં પલંગ પર પડેલી મળી હતી અને તેના ગળામાં રસ્સીનો ફંદો લગાવવામાં આવેલો હતો. સવારે નમ્રતાની મિત્રોએ દરવાજો ખખડાવ્યો અને તેને બૂમો પણ પાડ હતી. પરંતુ નમ્રતાએ કોઈ જવાબ આપ્યો નથી. તેમણે આની માહિતી પોલીસને આપી હતી.

તેના પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને નમ્રતાની લાશને રૂમમાંથી બહાર કાઢી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. લારકાના ડીઆઈજીએ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ મામલામાં ડેન્ટલ કોલેજના કુલપતિ ડૉ. અનિલા અતાઉર રહમાને કહ્યુ છે કે પહેલી નજરમાં આ ઘટના આત્મહત્યા લાગી રહી છે. પરંતુ પોલીસ અને પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું અસલ કારણ ખબર પડી જશે.