Site icon Revoi.in

ગુમ હે કીસી કે પ્યાર મેં…..સીરિયલના પ્રોમોમાં માત્ર એક મિનિટની ઝલક માટે એભિનેત્રી રેખાએ કોરોડોની ફી વસુલી

Social Share

મુંબઈઃ સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ એક લોકપ્રિય ટીવી સિરિયલ છે. જે ટીઆરપી ચાર્ટમાં ટોપ 5 માં ટ્રેન્ડ કરતો હોય  છે. તાજેતરમાં જ આ સિરિયલનો પ્રોમો જારી કરવામાં આવ્યો હતો, જેમાં બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખા જોવા મળી હતી. રેખાએ પ્રોમોમાં તેની દિલ જીતનારી અદા અને કશિશભરી અવાજ સાથે કહાનિમાં ટ્વસ્ટનો સેકંત આપ્યો. પ્રોમો લગભગ એક મિનિટ લાંબો હતો. હવે એવા સમાચાર વહેતા થયા છે કે રેખાએ આ પ્રોમો માટે 5-7 કરોડ રૂપિયાની ફિ વસુલી  છે.

તાજેતરમાં, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’નો પ્રોમો સુર્ખીઓમાં જોવા મળ્યો હતો. જેમાં રેખા ખાસ દેખાવમાં જોવા મળી હતી. ટાઈમ્સ નાઉ ડિજિટલના અહેવાલપ્રમાણે  ઈન્ડસ્ટ્રિઝના સૂત્રો કહે છે કે રેખાને આ શૂટ માટે લગભગ 5-7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે શોના લોન્ચ સમયે રેખા પણ ત્યાં હાજર રહી હતી.

પ્રોમોમાં રેખા ખૂબ જ સુંદર લાગી રહી છે. સ્ટારપ્લસે પ્રોમોની સાથે ફરી એક સુંદર કેપ્શન આપ્યું હતું, ‘ફર્ઝ કે આગે એક બાર ફીર મજબૂક ખડા પે પ્યાર ‘. અબ ક્યા ફેસલા સુનાએગી ફર્જ ઓર મોહબમ્મબતકી દાસ્તા,,,રેખા આઇકોનિક લુકમાં અદભૂત લાગી રહી હતી. તેણીએ કંજીવરમ સાડી, મખમલી લિપસ્ટિક સાથે મોટા કાનના ઝુમખા અને માંગમાં  સિંદૂર સાથે જોવા મળી હતી

Exit mobile version