Site icon Revoi.in

શુટિંગ સ્ટેજ પર મિથુન ચક્રવર્તીની તબિતય બગડી, ફિલ્મના શુટિંગને રોકવામાં આવ્યું

Social Share

શ્રીનગર: હિન્દી સિનેમાંના દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્તીની અચાનક તબિયત લથડવાના સમાચાર સામે આવ્યા છે. હાલ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની શૂટિંગ કરી રહ્યા છે. શૂટિંગ દરમિયાન મિથુન ચક્રવર્તીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરવું પડ્યું હતું.. મિથુનની તબિયત બગડતી જોઈ સિવિલ હોસ્પિટલથી ડોક્ટરની ટીમ બોલાવી પડી હતી. સમાચાર મુજબ ફૂડ પોઈઝીનીંગના કારણે મિથુન બીમાર પડ્યા હતા.

મિથુન ચક્રવર્તી આજકાલ મસૂરીમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ વેબસીરીઝને લઈને શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મના નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી છે. શનિવારે જ્યારે મિથુન આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા,ત્યારે તે અચાનક સેટ પર પડી ગયા હતા. અને તેની તબિયત અચાનક કથળી ગઈ હતી,જેના કારણે ફિલ્મનું શૂટિંગ રોકવું પડ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તબિયત ખરાબ હોવાને કારણે મિથુન ચક્રવર્તી ઉભા પણ થઇ શકતા ન હતા. તેમ છતાં તેણે ખૂબ જ મુશ્કેલીથી પોતાનો શોટ પૂર્ણ કર્યો હતો.

ડાયરેક્ટર વિવકે મિથુનની તબિયત પર અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે,મિથુનની તબિયત જોતા અમે ફિલ્મનું શુટિંગ કરવા માંગતા ન હતા. પરંતુ તે ન માન્ય અને તેમણે શુટિંગ પૂર્ણ કર્યું હતું.

મિથુન ચક્રવર્તી છેલ્લે 2019 માં મોટા પડદા પર જોવા મળ્યા હતા. તે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘તાશકંદ ફાઇલ’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના નિધન પર આધારિત હતી.

-દેવાંશી