Site icon Revoi.in

ડુંગળીના રસમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો,વાળ ખરવાથી મળશે છુટકારો

Social Share

ડુંગળી માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ તેમાં મળતા પોષક તત્વો જેવા કે એન્ટીઓક્સીડેન્ટ વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.ડુંગળીમાં કેટાલેસ નામના એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.આ સિવાય ડુંગળીમાં સલ્ફર પણ જોવા મળે છે, જે વાળના ફોલિકલ્સને પોષણ આપવામાં મદદ કરે છે.તેનાથી વાળ તૂટવાનું પણ ઓછું થાય છે.તમે તમારી હેર કેર રૂટીનમાં ડુંગળીનો સમાવેશ કરીને ઘણી સમસ્યાઓથી બચી શકો છો.તો ચાલો તમને જણાવીએ કે ડુંગળી તમારા વાળની સમસ્યાઓ કેવી રીતે દૂર કરશે…

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી તમે વાળની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

કેવી રીતે વાપરવું?

સૌથી પહેલા એક ડુંગળી લો અને તેને છીણી લો. પછી તેનો રસ કાઢી લો.
કોટનને રસમાં પલાળી રાખો અને તેને તમારા માથા પર થપથપાવી દો.
જેમ સ્કેલ્પ સારી રીતે કવર થઇ જાય એટલે માથામાં થોડીવાર મસાજ કરો.
તેને વાળમાં 15 મિનિટ સુધી લગાવો.
નિશ્ચિત સમય પછી, વાળને સાદા પાણીથી ધોઈ લો.

ડુંગળીનો રસ અને નાળિયેર તેલ

સામગ્રી

ડુંગળીનો રસ – 2 ચમચી
નાળિયેર તેલ – 2 ચમચી
ટી ટ્રી ઓયલ – 5 ટીપાં

કેવી રીતે વાપરવું?

સૌથી પહેલા તેમાં ડુંગળીનો રસ અને નારિયેળ તેલ મિક્સ કરો.
પછી તેમાં ટી ટ્રી ઓયલ નાખો.
મિશ્રણને મિક્સ કરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
તૈયાર મિશ્રણને વાળમાં થોડીવાર લગાવીને મસાજ કરો.
સ્કેલ્પ પર લગાવી તેને 30 મિનિટ માટે છોડી દો.
નિશ્ચિત સમય પછી તમારા માથાને સાદા પાણીથી ધોઈ લો.

ડુંગળીનો રસ અને મધ

તમે તમારા વાળમાં ડુંગળીનો રસ અને મધનું મિશ્રણ લગાવી શકો છો.

સામગ્રી
ડુંગળીનો રસ – 2 ચમચી
મધ – 1/2 ચમચી

કેવી રીતે વાપરવું?

ડુંગળીના રસમાં મધ મિક્સ કરો.
બંને વસ્તુઓના મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને તેને સ્કેલ્પ પર લગાવો.
30 મિનિટ પછી સાદા પાણીથી વાળ ધોઈ લો

ડુંગળીનો રસ અને લીંબુનો રસ

સામગ્રી

ડુંગળીનો રસ – 1 ચમચી
લીંબુનો રસ – 1 ચમચી

કેવી રીતે વાપરવું?

સૌથી પહેલા ડુંગળીના રસમાં લીંબુનો રસ મિક્સ કરો.
તૈયાર મિશ્રણથી સ્કેલ્પમાં મસાજ કરો.
1 કલાક પછી સાદા પાણીથી વાળ ધોઈ લો.

Exit mobile version