Site icon Revoi.in

મેધાલયમાં મુખ્યમંત્રીની ઓફીસ પર ટોળાએ કર્યો હુમલો, 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ

Social Share

દિલ્હીઃ એક બાજુ જ્યાં મણીપુર રાજ્ય હિંસાગ્રસ્ત બન્યું છે તો બીજી તરફ હવે મેઘાલયમાંથી મુખ્યમંત્રી ની ઓફીસ પર ભીડ દ્રારા હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે  મેઘાલયમાં મુખ્યમંત્રી કાર્યાલયની બહાર લોકોના ટોળાએ હંગામો મચાવ્યો. આ હુમલામાં સીએમ કોનરાડ સંગમાની ઓફિસમાં કામ કરતા પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.

જાણકારી અનુસાર  હુમલા બાદ મુખ્યમંત્રી સંગમા સુરક્ષા જવાનોને મળ્યા હતા. આ હુમલામાં સીએમને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.  આ હોબાળો મચાવવાનું કારણ એ છે કે ગારો હિલ્સમાં રહેતા જૂથો તુરા શહેરને મેઘાલયની શિયાળુ રાજધાની બનાવવાની માંગ કરી રહ્યા હતા. આ માટે તેઓ ભૂખ હડતાળ પર પણ બેઠા હતા. પરંતુ, સોમવારે સાંજે તેઓએ સીએમ ઓફિસનો ઘેરાવ કર્યો હતો.

વતેલી સાંજે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર સેંકડો લોકો એકઠા થવા લાગ્યા. પહેલા તો ટોળાએ નારા લગાવ્યા અને તેમની માંગને લઈને અવાજ ઉઠાવ્યો. ત્યારબાદ ધીમે ધીમે સ્થિતિ વણસી અને ભીડ ખૂબ જ ઉગ્ર બની ગઈ. લોકોએ સીએમ ઓફિસ પર પથ્થરમારો શરૂ કર્યો. આ દરમિયાન ઓફિસની સુરક્ષા માટે બહાર તૈનાત પાંચ સુરક્ષાકર્મીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.. સીએમઓએ માહિતી આપી છે કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ તણાવ અકબંધ છે.
Exit mobile version