Site icon Revoi.in

બાંગલાદેશ સરહદો પર  લગાવાઈ રહી છે આધુનિક તારની વાડ – જેને કાપી પણ નહી શકાય અને ઓળંગી પણ નહી શકાય

Social Share

 

કોલકાતોઃ- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘૂસણખોરી એક મોટી સમસ્યા છે. બીએસએફ આ સરહદેથી દાણચોરી અને ગેરકાયદેસર અવરજવરને રોકવા માટે સક્રિયપણે કાર્યરત રહે છે. તેથી સરહદ પર અત્યાધુનિક ફેન્સીંગ લગાવવામાં આવી રહી છે.આ આઘુનિક તારથી બનાવવામાં આવેલી ફેન્સિંગ ખૂબ જ ખાસ છેતેને કાપવી કે તેને સર કરવી મુશ્કેલ નહી પણ નામૂમકીન બરાબર છે.

પશ્ચિમ બંગાળને અડીને આવેલી ભારત-બાંગ્લાદેશ સરહદ પર આધુનિક ફેન્સીંગ કરવામાં આવી રહી છે, બીએસએફ આ બોર્ડર પર એવા વાયરો લગાવી રહ્યું છે, જેને કાપી શકવું પણ શક્ય નથી અને તેને પાર કરીને ઘુસણખોરી કરવી પણ શક્ય નથી.

બંગાળ ફ્રન્ટિયરના બોર્ડર સિક્યોરિટી ફોર્સના આઈજી અજય સિંહે કહ્યું કે હાલની ફેન્સિંગ ઘણી જૂની છે. તેની જગ્યાએ નવી અને મજબૂત ફેન્સીંગ કરવામાં આવી રહી છે. લગભગ 20 કિલોમીટરના વિસ્તારમાં અત્યાધુનિક વાયરિંગ કરવામાં આવ્યું છે. આઈજી સિંહે કહ્યું કે ન તો તેના પર કોઈ ચઢી શકે છે અને ન તો તેને કોઈ કાપી શકાય છે. આ ફેન્સીંગ સસ્તી અને લાંબો સમય ચાલે છે.

ઉલ્લેખનીય છે કે આ નવી તારની ફેન્સિંગથી હવે ઘુસણખોરી કરતા લોકોને માત મળશે અને પ્રદેશમાં પ્રવેશવા લોકોને અટકાવી શકાશે.