Site icon Revoi.in

દેશમાં મંકીપોસ્કનો કહેર – તેલંગણામાં વિદેશથી પરત ફરેલા વ્યક્તિમાં જોવા મળ્યા મંકીપોક્સના લક્ષણો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં એક તરફ કોરોનાના કેસોનો કહેર જોવા મળી રહ્યો છે તો બીજી મંકીપોક્સે પણ દેશમાં ચિંતા વધારી છે. જાણકારી પ્રમાણે નવો શંકાસ્પદ દર્દી દેશમાં મળી આવતા વધુ ચિંતાનો વિષય બન્યો છે.

આ નવો શંકાસ્પદ કેસ  તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં વિદેશથી પરત આવેલા વ્યક્તિનો છે. જેનામાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે. રાજ્યના આરોગ્ય અધિકારીઓએ વિતેલા દિવસે જણાવ્યું હતું કે દર્દીને હૈદરાબાદની સરકારી તાવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ 6 જુલાઈના રોજ કુવૈતથી પરત આવ્યો હતો અને તેને 20 જુલાઈએ તાવ આવ્યો હતો.

રાજ્યના પબ્લિક હેલ્થ ડાયરેક્ટરે આ બબાતે માહિતી આપી હતી કે 23 જુલાઈના રોજ વ્યક્તિને શરીર પર ફોલ્લીઓ થવાનું શરૂ થયું હતું, જેના પછી તેને કામરેડ્ડી જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાવે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ મંકીપોક્સના લક્ષણો દર્શાવ્યા બાદ તેને કામરેડ્ડી જિલ્લાની સરકારી હોસ્પિટલમાં રિફર કર્યો અને ત્યાંથી દર્દીને અહીંની જ્વાર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે દર્દીના સેમ્પલ લીધા બાદ તેને પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવશે અને રિપોર્ટ આવે ત્યાં સુધી તેને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે.દેશમાં જો આ શંકાસ્પદ દર્દીનો કેસ બને છે તો મંકીપોક્સમાં 4 કેસ કુલ થશે, જેને લઈને કેન્દ્રની ચિંતા વધી છે આ પહેલા પણ કેન્દ્રએ દરેક રાજ્યોને મંકીપોક્સને લઈને સતર્ક કર્યા છે.

Exit mobile version