Site icon Revoi.in

મૂડીઝે વર્ષ 2022-23 માટે ભારતની જીડીપીનું અનુમાન ઘટાડ્યું – 7.7 ટકાથી ઘટાડી  7 ટકા કર્યું

Social Share

દિલ્હીઃ- કોરોના મહામારી બાદ દેશની આર્થિક સ્થિતિ ઘણી સુધરતી જોવા મળી છે જો કે મોંધવારીએ પમ માજા મૂકી છે પેટ્રોલ ડિઝલના ભાવ સહીત ખઆદ્ય ચીજવ્સતુઓના ભાવ પણ વધી રહ્યા છએ આવા દરેક કારણોસર મૂડીઝે ભારતની જીડીપીનું અનુમાન  વર્ષ 2022-23 માટે ઘટાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે મૂડીએ એ એક  આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી  છે આ વર્ષ અને આગામી વર્ષ માટે ભારતના વિકાસના અનુમાનમાં  તેણે ઘટાડો કર્યો છે. મૂડીઝનું કહેવું છે કે વધતો જતો ફુગાવો, ઊંચા વ્યાજ દરો અને વૈશ્વિક વૃદ્ધિ ધીમી થવાને કારણે અર્થતંત્ર પહેલાની સરખામણીના અનુમાન પ્રમાણે ઘીમી પડી શકે છે.

મૂડીઝે તાજેતરના અનુમાનમાં આજરોજ શુક્રવારે 2022 માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન અગાઉના 7.7 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે વ્યાજદરમાં વધારો અને વૈશ્વિક વૃદ્ધિ ધીમી થવાથી ભારતની આર્થિક ગતિને અસર થશે. વર્ષ 2023-24 માટે મેક્રો-ગ્લોબલ આઉટલુકમાં, મૂડીઝે કહ્યું, “વર્ષ 2022 માટે ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ 7.7 થી ઘટીને સાત ટકા થઈ શકે છે.