Site icon Revoi.in

મોરબીઃ ડો. હેડગેવાર સ્મારક સમિતિએ મહિલાઓ માટે સિવણ કેન્દ્રનો કર્યો પ્રારંભ

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના આ અભિયાનમાં અનેક સેવાકીય સંસ્થાઓ જોડાઈ છે. દરમિયાન આરએસએસ દ્વારા મોરબીમાં મહિલાઓ માટે સિવણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલાઓ અહીં તાલીમ મેળવ્યા બાદ પગભગ બની શકશે.

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્મારક સિમિતિ દ્વારા આંબેડકર કોલોની શેરી નં-5 ખાતે બહેનોને સ્વરોજગારી મળે, આત્મનિર્ભર બને તેવા આશયથી સંતોના આશિર્વાદ સાથે સિવણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મંહત દામજી ભગતે સમરસ સમાજ બને, હિન્દુ એક બંને તે અં પ્રવચન આપ્યું હતું. સંત શ્રી કરસનદાસ બાપુએ આશીર્વચન આપ્યું હતું.

મોરબી જિલ્લાના કાર્યવાહ મહેશ બોપલીયાએ બહેનોને આ સિવણ કેન્દ્રનો વધુમાં વધુ લાભ લેવા આહવાન કર્યું હતું. મોરબી જિલ્લાના સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારિયા તથા આંબેડકરનગરના કાર્યકતાઓ તથા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. 20 વર્ષનો સિવણનો અનુભવ ધરાવતા આરતીબેન શુકલા સિવણ કેન્દ્રમાં તાલીમ લેવા આવનારી બહેનોને યોગ્ય તાલીમ પુરી પાડશે.