- 1,58,૦૦૦ થી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ
- 8 જુલાઈ પછીનો સૌથી મોટો આંકડો
- ચારમાંથી એક નાગરિકે કોરોના સામે રસીકરણ કર્યું પૂર્ણ
દિલ્હી:કેન્દ્ર સરકારના કોવિન ડેશબોર્ડ મુજબ, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના સૌથી વધુ 1,58,000 ડોઝ આપવામાં આવ્યા છે. જે જુલાઈ પછીનો સૌથી મોટો આંકડો છે.
આ મહિનામાં દિલ્હીમાં વેક્સિનેશન ડ્રાઇવમાં ઝડપ આવી છે. ઓગસ્ટમાં 26 દિવસમાં જુલાઈ મહિનાની સરખામણીમાં અત્યાર સુધી વધુ રસી આપવામાં આવી છે. દિલ્હીમાં જુલાઈ મહિનામાં 21 લાખ 30 થી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. તો, ગુરુવારે સાંજ સુધી, આ મહિનામાં 27 લાખ 60 હજાર લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે મોટાભાગના રસીકરણ કેન્દ્રો આ મહિને ત્રણ જાહેર રજાઓ પર બંધ હતા – સ્વતંત્રતા દિવસ, મોહરમ અને રક્ષાબંધન.
દિલ્હીમાં હાલમાં ત્રણ રસી ઉપલબ્ધ છે – કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક વી. અત્યાર સુધી દિલ્હીમાં 92 લાખથી વધુ લોકોને અથવા દિલ્હીમાં પુખ્ત વસ્તીના 61 ટકા લોકોને કોરોનાની રસીની ઓછામાં ઓછી એક માત્રા આપવામાં આવી છે. તેમાંથી 36 લાખ 50 હજાર લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે અને તેમનું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. આનો અર્થ એ છે કે દિલ્હીમાં ચારમાંથી એક નાગરિકે કોરોના સામે રસીકરણ પૂર્ણ કર્યું છે.