Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજારથી વધુ કેસ નોંધાયા – સક્રિય કેસો ઘટીને 1 લાખથી પણ ઓછા

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે  છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કેસોની જો વાત કરવામાં આવે તો 11 હજારથી વધુ કેસ નોંધાયા છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કેસની સંખ્યા 15 હજારથી વધુ નોંધાઈ રહી હતી.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો  શનિવારની સરખામણીમાં આજે નવા કોરોના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આજે દેશમાં 11 હજાર 539 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે શનિવારે દેશમાં 13 હજાર 272 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.

દેશમાં સતત ઘટી રહેલા કોરોના દર્દીઓ વચ્ચે સક્રિય સંક્રમિતોની સંખ્યા એક લાખની નીચે પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હવે 99 હજાર 879 સક્રિય કોરોના દર્દીઓ છે. જ્યારે શનિવાર સુધી સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખ 11 હજારથી વધુ હતીય

દેશની રાજધાનીદિલ્હી કોરોનાના કેસો મામલે મોકરે છે,દેશભરમાં ભલે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે, પરંતુ દિલ્હીમાં સંક્રમણ ભયજનક છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 1 હજાર 109 નવા કેસ નોંધાયા છે અને નવ દર્દીઓના મોત થયા છે.

Exit mobile version