Site icon Revoi.in

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા, સક્રિય કેસો 1 લાખ 32 હજારથી પણ ઓછા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘઠ સામે આવી રહી છે.જો કે છ્લાલ 3 દિવસથી કોરોનાના કેસમાં રાહત મળી રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે.જો કે રાહતની વાત એ છે કે કોરોનાના કેસથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જતી જોવા મળી રહી છે. તો સક્રિય કેસ 1 લાખ 31 હજારને પાર પહોંચી ચૂક્યા છે.આજે નોંધાયેલા કેસમાં કેસોમાં 21.1 ટકાનો ઘટાડો થયો છે

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન કપલ 12 હજાર  751 કેસ નોંધાયા છે જ્યારે  સમાન સમયગાળા દરમિયાન 42 લોકોના મોત થયા છે. બીજી તરફ, જો આપણે કોરોનાના કુલ કેસની વાત કરીએ, તો તેમની સંખ્યા વધીને 44,174, 650 થઈ ગઈ છે. 

દેશભરમાં સક્રિય કેસોની વાત કરવામાં આવે તો એક્ટિવ કેસોની સંખ્યા 1 લાખ 31 હજાર 807 છે. છેલ્લા 24 કલાકમાં 16 હજાર 412 લોકોએ કોરોનાને માત આપી અને કોરોનાથી સાજા થયા છે. 

જો દેશવ્યાપી રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 31,95,034 રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,06,88,49,775 રસીકરણ કરવામાં આવ્યું છે.