Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ કેસ નોંધાયા – સક્રિય કેસો 66 હજારથી પણ વધ્યા

Social Share

દિલ્હીઃ-  દેશભરમાં કોરોનાના કેસમાં વઘધટ સામે આવી રહી છs,જો કે છેલ્લા ઘણા સમયથી આ આકંડો 8 હજારને પાર પહોચીને 134 હજાર પર આવી ગયો છે, આ સાથએ જ હવે દેશમાં સક્રિય કેસોની સંખઅયા પણ 60 હજારને પાર પહોંચી છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શુક્રવારે દેશમાં 13 હજાર 79 નવા સંક્રમિતોની પુષ્ટિ થઈ છે. આ આંકડો 24 ફેબ્રુઆરી પછીનો સૌથી મોટો આકંડો સાબિત થયો છે. આ સાથએ જ એક દિવસ પહેલા, ગુરુવારે 12 હજાર 847 કેસ મળી આવ્યા હતા.

આ સાથે જ 24 કલાક દરમિયાન મૃત્યુ પામેલા લોકોની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં દેશમાં 23 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલા 9 જૂનના રોજ કોરોના વાયરસના કારણે 24 લોકોના મોત થયા હતા.

દેશમાં હવે એક્ટચિવ કેસો પમ વધી જ રહ્યા છે. હાલમાં દેશમાં સક્રિય કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 66 હજાર 701 થઈ ગઈ છે, એક દિવસ પહેલા આ આંકડો 61 હજાર 738 પર રહ્યો હતો.

દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છએ જ્યા  શુક્રવારે રાજધાની દિલ્હીમાં 1 હજાર 797 નવા કોરોના કેસ મળી આવ્યા હતા અને એક દર્દીનું મોત થયું હતું. તેના એક દિવસ પહેલા, ગુરુવારે અહીં 1323 અને બુધવારે 1375 કેસ મળી આવ્યા હતા

Exit mobile version