- દેશમાં છેલ્લા 24 કલાકમાં 18 હજારથી વધુ કેસ નોંધાયા
- સક્રિય કેસો હવે 1.28 લાખથી વધુ
દિલ્હી – દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા ણળી રહ્યો છે, સાથે જ દૈનિક કેસો હવે 15 હજારને પાર નોંધાઈ રહ્યા છએ તો સક્રિય કેસોનો આકંડો 1.28 લાખને પાર કરી ગયો છે.
જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન 18 હજાર 257 નવા કેસ નોંધાયા છે અને આ સાથે જ કોરોનાના કારણે 42 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જો દેશમાં સક્રિય કેસોની વાત કરીએ તો તે સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આજરોજ રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 28 હજાર 690 થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીએ ત્રણ હજાર વધુ છે.
રાજધાની દિલ્હીમાં સૌથી વધુ કેસ
દિલ્હીના આરોગ્ય વિભાગના આંકડા મુજબ , છેલ્લા 24 કલાકમાં કુલ 544 નવા કેસ નોંધાયા છે અને બે દર્દીઓના મોત થયા છે. દિલ્હીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સતત ત્રીજા દિવસે દિલ્હીમાં સંક્રમણના 500 થી 600 કેસ નોંધાયા છે. તે જ સમયે, દિલ્હીમાં 2264 સક્રિય દર્દીઓ છે.

