Site icon Revoi.in

કોરોના અપડેટઃ- દેશમાં છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા – રિકવરી રેટ 95 ટકા પર પહોંચ્યો

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યાર બાદ હવે ઘીરે ઘીરે કોરોના સંક્રમણની ગતિ ઓછી થતી જોવા મળી રહી છે, છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો 20 હજારની આસપાસ નવા કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક પણ 300થી પણ ઓછો રહ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ આપેલી માહિતી પ્રમાણે  સોમવારના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 20 હજાર 21  નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 279 દર્દીઓએ મૃત્યુ પામ્યા છે.આ સાથે જ સમગ્ર  દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો સંખ્યા 1 કરોડ 2 લાખ 7 હજારને પાર પહોચ્યો છે.આ સાથએ જ રિકવરી રેટ 95 ટકાએ પહોચ્યો છે.

મંત્રાલયના આકંડાો પ્રમાણે  દેશમાં  છેલ્લા 24 કલાકમાં  21 હજાર 131 કોરોનાના દર્દીઓ સાજા થયા છે,આ સાથે જ અત્યાર સુધી કુલ કોરોના મહામારી સામે 97 લાખ 82 હજાર 669 લોકો સાજા થયો છે. તો બીજી તરફ હાલની વાત કરીએ તો 2 લાખ 77 હજાર 301 એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે.કુ અત્યાર સુધી કોરોનાના મૃત્યુ આંકની જો વાત કરીએ તો  1 લાખ 47 હજાર 901 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

આ સાથે જ દેશમાં હવે કોરોનાના સંક્રમણની ગતિ ઘીમી પડેલી જોઈ શકાય છે, હવે વેક્સિન આપવાની કામગીરી પુર ઝડપે શરુ કરવામાં આવશે આ સાથે જ ઐતિહાસિક ક્ષણ હશે કે સમગ્ર દેશમાં એક સાથે કરોડો લોકોને રસી આપવાનું કાર્ય થશે.

સાહિન-