Site icon Revoi.in

છેલ્લા 24 કલાકમાં 21,800થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા – 60 દર્દીઓના મોત, સક્રિય કેસ 1 લાખ 49 હજારને પાર

Social Share

 દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો  નોંધાઈ રહ્યો છે  ત્યારે છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસો 20 હજારને પાર નોંધાઈ રહ્યા છે જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કોરોનાના કેસો એ 21 હજારનો આંકડો પાર કર્યો છે તો સાથે જ સક્રિય કેસોમાં પણ વધારો નોંધાયો છે.

ભારતમાં 24 કલાકમાં કોરોનાવાયર 21 હજાર 880 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 60 દર્દીઓના કોરોનાના કારણે  મોત થયા હતા. આ સાથે જ હવે દેશમાં એક્ટિવ કેસોના આંકડો પણ વધતો જોવા મળી રહ્યો છે.

જો દેશમાં હાલ સક્રિય કેસોની વાત કરીએ તો   1 લાખ 49 હજાર 482 દર્દીઓની સારવાર ચાલી રહી છે. નવા આંકડાઓ સહિત ભારતમાં દર્દીઓની કુલ સંખ્યા 4 કરોડ 38 લાખ 47 હજાર 65 પર પહોંચી ગઈ છે.

જો દેશમાં સાજા થવાના દરની વાત કરવામાં આવે તો રિકવરી રેટ 98.46 ટકા જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 18 હજાર 294 લોકો એ કોરોનાને માત આપી છે અને સાજા થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,31,50,434 લોકો કોરોનાથી સાજા થયા છે. 

આ સાથે જ દૈનિક હકારાત્મકતા દર 4.25 ટકા નોંધાયો  છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 4.51 ટકા પર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 29,12,855 રસીકરણ કરવામાં આવ્યું છે.