Site icon Revoi.in

છેલ્લા 24 કલાકમાં પશ્વિમ બંગાળમાં કોરોનાના 800થી વધુ કેસ નોંધાયા – 13ના મોત

Social Share

 

સમગ્ર દેશભરમાં ફરી એક વખત દિવાળી બાદ કોરોનાના કેસો માં ઉછાળો જોવા મળી રહ્યો છે,કોરોનાવાયરસ ભારત સહિત વિશ્વના 190 થી વધુ દેશો પર કોરોનાનો પ્રભાવ જોવા મળે  છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 25 કરોડ 25 લાખથી વધુ લોકો કોવિડ-19થી પ્રભાવિત થયા છે. આ વાયરસે 50 લાખથી વધુ લોકોના જીવ લીધા છે.

જો કે બીજી લહેર બાદ ભારતમાં કોરોનાના કેસ હવે ઘટી રહ્યા છે સંક્રમિતોની કુલ સંખ્યા ત્રણ કરોડ 44 લાખને વટાવી ગઈ છે. ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.જેને લઈને ઘણો ફાયદો થયો છે.

વિતેલા દિવસને શનિવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3 કરોડ 44 લાખ 26 હજાર 36 થઈ ગઈ છે. શનિવારે પૂરા થયેલા 24 કલાકમાં જેમાં શુક્રવારે સવારે 8 થી શનિવારે સવારે 8 વાગ્યા સુધી કોરોનાના 11 હજાર 850 નવા કેસ નોંધાયા છે.

જો કે તેની સામે સાજા થનારાઓની સંખ્યા પણ વધુ છે.,આ એક દિવસમાં 12 હજાર 403 દર્દીઓ સાજા થયા છે. આ દરમિયાન 555 કોરોના સંક્રમિતોના મોત થયા છે. અત્યાર સુધીમાં ત્રણ કરોડ 38 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે.કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4.63 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ કોરોના કેસની સંખ્યા એક લાખ 36 હજારથી વધુ જોવા મળી રહી છે.

આ સમગ્ર બાબતે જો પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો વિતેલા દિવસને શનિવારે વધુ 872 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા, ત્યાર બાદ કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 16 લાખ 3 હજાર 318 થઈ ગઈ છે. રાજ્યમાં 13 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 19 હજાર 307 પર પહોંચી ગયો છે. શુક્રવારે રાજ્યમાં કોવિડ-19ના 860 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા.

 

Exit mobile version