Site icon Revoi.in

છેલ્લા 24 કલાકમાં 8 હજારથી પણ વધુ કોરોનાના કેસો નોંધાયાઃ એક્ટિવ કેસો 1 લાખથી પણ ઓછા

Social Share

દિલ્હી- સમગ્ર વિશ્વભરમાં એક વાર ફરી નવા કોરોનાના વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે, વિશ્વભરના દેશઓએ આ વેરિએન્ટને લઈને અવનવા પ્રતિબંધ લાગૂ કર્યા છે ત્યારે ભારત પણ સતર્ક બન્યું છે,વિદેશથી આવતા યાત્રીઓ માટે આજથી ભારતે નવા નિયમો લાગૂ કર્યો છે તો બીજી તરફ દેશમાં કોરોનાના કેસની સંખ્યા વિતેલા દિવસની સરખામણીમાં વધેલી જોવા મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે જો છેલ્લા 24 કલાકમાં નોઁધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ 8 હજાર 954 નવા કેસ નોંધાયા છે આ આંકડો વિતેલા દિવસની સરખામણીમાં વધ્યો છે, જ્યારે 267 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, 10 હજાર 207 નવા દર્દીઓ સાજા થયા છે,જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે રાહતના પણ સમાચાર મળી રહ્યા છે,રાહતની વાત એ છે કે કોરોનાના સક્રિય કેસ ઘટીને 1 લાખ પર આવી ગયા છે. જે છેલ્લા 547 દિવસ પછી  સૌથી ઓછા કહી શકાય .

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સક્રિય કેસ એક લાખથી ઘટીને 99 હજાર 023 પર આવી ચૂક્યા છે, જેમાં કુલ સંક્રમણના 0.29 ટકાનો સમાવેશ થાય છે, જે માર્ચ 2020 પછીનો સૌથી ઓછો કહી શકાય છે, જ્યારે કોરોનાનો રિકવરી રેટ વધીને 98.36 ટકા થઈ ગયો છે, જે માર્ચ પછીનો સૌથી વધુ છે. 2020. વધુ છે.