Site icon Revoi.in

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજારથી વધુ કેસ નોંધાયા, સક્રિય કેસો હવે 70 હજારને પાર

Social Share

દિલ્હીઃ- દેશમાં કોરોનાનો રાફળો ફઆટ્યો છે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ 10 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે ત્યારે  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજારથી વધુ કેસ ફરી એક વખત નોંધાયા છે, કોરોનાને લઈને અનેક રાજ્યોએ દિશા નિર્દેશ પણ જારી કર્યા છે .

પ્રાપ્ત વિગત પ્રમાણે જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશમાં 9 હજાર 355 નવા કેસ નોંધાયા છે. આ સાથએ જ હવે સારવાર લઈરહેલા દર્દીઓ એટલે કે  સક્રિય કેસોની સંખ્યા 57 હજાર 410  જોવા મળી છે.

જો કોરોનામાંથી સાજા થવાના દરની વાત કરીએ હાલ કોરોનાનો રિકવરી રેટ 98.69 ટકા જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 932 લોકો એ કોરોનાને માત આપી છે અને તેઓ સ્વસ્થ થયા છે.

કોરોનાના જો દૈનિક હકારાત્મકતા દર વિશે વાત કરીએ તો તે હાલ 4.08 ટકા નોંધાયો  છે જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 5.36 ટરકા જોવા મળે છે.સૌથી વધુ કેસ રાજધાની દિલ્હીમાં નોંધાઈ રહ્યા છે

બુધવારે દિલ્હીમાં કોરોનાના  1,040 નવા કેસ નોંધાયા હતા અને તેના કારણે સાત લોકોના મોત થયા હતા, જ્યારે ચેપ દર 21.16 ટકા હતો. દિલ્હીમાં કોવિડ-19ના નવા કેસ આવ્યા બાદ સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 20,36,196 થઈ ગઈ છે અને સાત દર્દીઓના મોત બાદ, આ કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા થઈ ગઈ છે.

Exit mobile version